Monsoon update: અમદાવાદ-નડિયાદમાં વરસ્યો 10 ઈંચથી વધુ વરસાદ, હજુ તો મેઘરાજાની અસલી બેટિંગ બાકી છે

raining

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનો એવો જોર જોવા મળ્યો કે 198 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. નડિયાદ શહેરમાં સૌથી વધુ 10.43 ઈંચ વરસાદ પડયો છે, જ્યારે અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈમાં પણ 10.30 ઈંચ વરસાદ નોંધાયો છે. અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે જેમ કે મહેમદાવાદમાં 9.37 ઈંચ, માતરમાં 8 ઈંચ, મહુધામાં 7 ઈંચ અને વસોમાં 6.22 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ગુજરાતના કુલ 24 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ થયો છે, જે આ વર્ષનો સૌથી ભારે વરસાદ માનવામાં આવી રહ્યો છે. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે અને ટ્રાફિકની સમસ્યાઓ પણ સર્જાઈ છે. લોકોની સુરક્ષા માટે તંત્ર પણ એલર્ટ મૉડ પર છે અને NDRF ટીમોને તૈનાત કરવામાં આવી છે જ્યાં જરૂર હોય ત્યાં રાહત કામગીરી શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો, સરકારનો વટહુકમ: શ્રમિક પાસેથી 9ને બદલે 12 કલાક કામ લેવાની સંપૂર્ણ છુટ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *