ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી

ગુજરાત સરકારે એક સાથે 72 IAS અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો હતો. સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા એકસાથે 72 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો આપવામાં આવ્યા છે. આ ફેરફારોમાં કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને વિવિધ સરકારી વિભાગોના વડાઓનો સમાવેશ થાય છે.
અમદાવાદના કલેક્ટર આઈએએસ, સુજીત કુમારની બદલી અમદાવાદના સ્ટેટ ટેક્સના સ્પેશિયલ કમિશનર તરીકે કરવામાં આવી છે. ગુજરાત એનર્જી ડેવપલમેન્ટ એજન્સી (ગેડા)ના ડાયરેક્ટર, અજય પ્રકાશની બદલી કરવામાં આવી છે. નવસારી કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની ગાંધીનગર ખાતે જયારે નવસારી કલેક્ટર તરીકે ગાંધીધામ મ્યુન્સિપલ કમિશનર મનિષ ગુરવાની આવ્યા છે. નવસારી મહાનગરપાલિકાના મ્યુન્સિપલ કમિશનર દેવ ચૌધરીની તાપી વ્યારા કલેક્ટર તરીકે બદલી થઇ છે. રાજય સરકારે જાહેર કરેલા આદેશ અનુસાર સુરતના કલેક્ટર ડો. સૌરભ પારધીને સિવિલ સપ્લાયઝ વિભાગના ડાયરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડી.એન મોદીને ગાંધીનગર વિકાસ કમિશ્નર તરીકે ટ્રાન્સફર કરાયા છે.
અમદાવાદ, સુરત, ભરૂચ, કચ્છ, નર્મદા, મોરબી, નવસારી, ખેડા, આણંદ, ગીર સોમનાથ, દાહોદ, અરવલ્લી, બોટાદ, જૂનાગઢ કલેક્ટરની બદલી કરવામાં આવી છે. તે સિવાય વાપી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી હતી. જામનગર મ્યુનિ.કમિશ્નર ડી.એન.મોદીની ગાંધીનગર વિકાસ કમિશનર તરીકે બદલી કરાઈ છે. વલસાડ કલેક્ટર ભવ્યા વર્માની અમદાવાદ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. તેજસ પરમારની સુરત કલેક્ટર તરીકે બદલી કરાઈ હતી. યોગેશ ચૌધરીની જૂનાગઢ કલેક્ટર તરીકે બદલી કરાઈ હતી. સુરત કલેક્ટર ડો.સૌરભ પારઘીને સિવિલ સપ્લાયઝ વિભાગના ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.
ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના ડિરેક્ટર તરીકે બદલી કરાઈ છે. મોરબી કલેક્ટર કિરણ ઝવેરીની નડિયાદ મ્યુનિ.કમિશ્નર તરીકે બદલી કરાઈ હતી. અમદાવાદ કલેક્ટર સુજીત કુમારને સ્ટેટ ટેક્સના સ્પેશિયલ કમિશનર બનાવાયા હતા. પ્રભવ જોશીને જૂનાગઢ મ્યુનિ.કમિશ્નર તરીકે મુકાયા હતા. ગાંધીનગર મ્યુનિ.કમિશ્નર જે.એન.વાઘેલાની ગીર સોમનાથ કલેક્ટર તરીકે બદલી કરાઈ હતી. વાવ-થરાદ કલેક્ટર જે.એસ.પ્રજાપતિની ગાંધીનગર મ્યુનિ.કમિશ્નર તરીકે બદલી કરાઈ હતી. ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાની ગેડાના નિયામક તરીકે મુકાયા હતા. ગૌરાંગ મકવાણાને બે વધારાનો ચાર્જ સોંપાયો હતો.
વલસાડ કલેક્ટર ભવ્ય વર્માની અમદાવાદ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર જીતેન્દ્ર વાઘેલાની ગીર સોમનાથ કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડી.એન. મોદીનું ગાંધીનગર વિકાસ કમિશનર તરીકે ટ્રાન્સફર કરાઈ હતી. જ્યારે અમદાવાદ કલેક્ટર સુજીત કુમારની સ્પેશિયલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સમાં બદલી કરાઈ છે.
આજકાલ નાની ઉંમરે જ Fatty Liver, Thyroid અને Diabetes જેવી સમસ્યાઓ કેમ વધી રહી છે? –https://www.instagram.com/reel/DYP6FvNOjif/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો