રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

ગુજરાત તથા ગુજરાતને અડીને આવેલા રાજ્યોમાં અલગ- અલગ પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના પાંચ જિલ્લા અને બે સંઘપ્રદેશમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો બે સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે છ જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. યલો એલર્ટ વાળા જિલ્લામાં જૂનાગઢ, રાજકોટ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘતાંડવની આશંકાને પગલે વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે પાંચ જિલ્લાઓ અને બે સંઘપ્રદેશો માટે અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે, જ્યારે અન્ય વિસ્તારો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારેથી અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાવાની સંભાવનાને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે, જેથી અહીં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારો અને સ્થાનિક લોકોને દરિયા કિનારે ન જવાની કડક સૂચના અપાઈ છે.
અલગ-અલગ સિસ્ટમની અસર માત્ર દક્ષિણ ગુજરાત પૂરતી સીમિત નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે રાજ્યના 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને ભારે વરસાદની ચેતવણી આપી છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આજે મેઘમહેર યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે છ જિલ્લાઓમાં છૂટ્ટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે, જેને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, જૂનાગઢ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી 5 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદી માહોલ રહેશે. NDRF અને SDRF ની ટીમોને તૈનાત રહેવાના આદેશ આપી દેવાયા છે અને કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.