ગુજરાત ભાજપ વધુ મજબૂત બનશે! સંગઠનમાં મોટા ફેરફાર: 6 જિલ્લાના પ્રભારી અને 11 કારોબારી સભ્યોની નિમણૂંક

 ગુજરાત ભાજપ દ્વારા તાજેતરમાં જ સંગઠનને વધુ સુદ્રઢ અને સક્રિય બનાવવાના હેતુથી અગત્યની સંગઠનાત્મક નિમણૂકો કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાની હેઠળ 6 જિલ્લા અને મહાનગરના નવનિયુક્ત પ્રભારીઓની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે પ્રદેશ કારોબારી સમિતિમાં 11 અનુભવી નેતાઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, પક્ષના કામકાજને ઝોન કક્ષાએ વધુ વેગવંતું બનાવવા માટે સેલ સંકુલ યોજના હેઠળ ચારેય ઝોનમાં સહ-પ્રભારીઓની પણ જાહેરાત કરાઈ છે. પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંત કોરાટ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદી મુજબ તમામ હોદ્દેદારોની નિમણૂક તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે.

6 જિલ્લા અને મહાનગરો માટે પ્રભારીઓની તાત્કાલિક અસરથી જવાબદારી સોંપવામાં આવી છે..

ક્રમજિલ્લો/મહાનગરપ્રભારીનું નામનિવાસી જિલ્લો/મહાનગર
આણંદરાજેન્દ્રભાઈ ત્રિવેદીવડોદરા શહેર
નર્મદાડૉ. મુકેશભાઈ રાઠવાછોટાઉદેપુર
દાહોદશશિકાંતભાઈ પંડ્યાબનાસકાંઠા
ગીર સોમનાથશરદભાઈ લાખાણીઅમરેલી
મહીસાગરવિશાલભાઈ ભરવાડકર્ણાવતી
ડાંગશિલ્પેશભાઈ દેસાઈવલસાડ

પ્રદેશ કારોબારીના નવા સભ્યો

અન્ય જવાબદારીઓ મળવાને કારણે ખાલી પડેલી જગ્યાઓ પર 11 જેટલા અનુભવી નેતાઓની પ્રદેશ કારોબારી સભ્ય તરીકે નિમણૂક કરાઈ છે…

  • રાજેન્દ્રભાઈ ત્રિવેદી (વડોદરા શહેર)
  • ડૉ. મુકેશભાઈ રાઠવા (છોટાઉદેપુર)
  • શરદભાઈ લાખાણી (અમરેલી)
  • કિશોરભાઈ ગાવિત (ડાંગ)
  • મનીષભાઈ પટેલ (કર્ણાવતી)
  • અરુણાબેન ચૌધરી (ગાંધીનગર જિલ્લો)
  • શિલ્પેશભાઈ દેસાઈ (વલસાડ)
  • વિશાલભાઈ ભરવાડ (કર્ણાવતી)
  • નંદિતાબેન ઠાકુર (ખેડા)
  • ડૉ. જાનકીબેન આચાર્ય (કર્ણાવતી)
  • કનુભાઈ અરવિંદભાઈ પટેલ (મહેસાણા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *