Surat: સુરતમાં ફાયર જવાનોને પણ બોડીવોર્ન કેમેરા અપાશે, ગાડીઓ GPSથી સજ્જ કરાશે

સુરત શહેરમાં આગ સહિતના અકસ્માતના બનાવો બનતા રહે છે. જેમાં અનેકવાર ફાયર વિભાગ સમયસર ન પહોંચ્યાની ફરિયાદો પણ ઉઠતી રહી છે. ત્યારે આ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા અને તાત્કાલીક બચાવ કામગીરી થઈ શકે તે માટે રાજ્યમાં સૌ પ્રથમ સુરત ફાયરબ્રિગેડે ઈન્ટીગ્રેટેડ ફાયર સિસ્ટમનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે કંટ્રોલ રૂમને રિયલ ટાઈમ ડેટા મળશે. આ ઉપરાંત ફાયર જવાનોને પોલીસની માફક બોડી વોર્ન કેમેરા અપાશે. જેથી ફાયર જવાન સ્થળ પર પહોંચતા જ અકસ્તમા કેટલો ગંભીર છે તેની જાણકારી સીધી જ કંટ્રોલ રૂમને મળી જશે.

ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે સુરત ફાયર વિભાગ ને વધુ આધુનિક બનાવવા તરફ જઈ રહ્યા છીએ. ફાયર વિભાગમાં ઇન્ટ્રીગ્રેટેડ ફાયર સિસ્ટમ શરૂ કરવા જઈ રહ્યા છે.જેને કારણે રિયલ ટાઈમ મોનિટર સિસ્ટમ છે. ઓલા-ઉબેર જે રીતે કામ કરે છે તે રીતે જીપીએસ સિસ્ટમ દરેક ગાડીમાં લગાડવામાં આવશે. કંટ્રોલરૂમમાંથી મોનિટર લગાડવામાં આવશે દરેક ગાડીમાં જેના થકી કયા રૂટ ઉપરથી ફાયરની ગાડી ઘટના સ્થળ ઉપર પહોંચશે તે અંગે માહિતી આપવામાં આવશે. જેથી કરીને ઝડપથી જે તે સ્થળ ઉપર પહોંચી શકાશે.

આગ લાગવાની ઘટનામાં પહેલો જ અધિકારી ઘટના સ્થળ ઉપર પહોંચશે તેણે ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીની માફક બોડી વોર્ન કેમેરો પહેર્યો હશે. જે અધિકારી ત્યાં પહોંચે સીન ઓફ ફાયર કેવું છે તે જણાવશે. અધિકારી ઘટના સ્થળ પર પહોંચવાની સાથે જ રિયલ જે સ્થિતિ હશે તે પણ કંટ્રોલ રૂમને જાણ થઈ જશે. જેને કારણે જે પણ ગાડીઓ અવેલેબલ હશે તે પૈકી કઈ ગાડી ને ત્યાં પહોંચવા માટે જાણ કરવાની છે તે પણ કંટ્રોલરૂમમાંથી જ નક્કી થશે. રીયલ ટાઇમની સિચ્યુએશન ખબર પડતા વધુ સારી રીતે કામ કરી શકીશું.

આ પણ વાંચો, માર્ગ અકસ્માતમાં ઘાયલોને મફત સારવાર આ મહિનાથી જ:સરકાર 1.5 લાખ સુધીનો ખર્ચ ઉઠાવશે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *