Gir Somnath: તાલાલામાં ભાજપ નેતાએ દારૂ પીને મચાવ્યો આતંક, બાળકોને ગાળો આપી, યુવક પર બેટથી હુમલો કર્યો

તાલાલા શહેરમાં ચકચારી ઘટના સામે આવી છે. ભાજપ શહેર પ્રમુખ સુનિલ ગેંગદેવે દારૂના નશામાં ધૂત થઈને સોમનાથ સોસાયટીમાં દંગલ મચાવ્યું હતું. ઘટના તાલાલા-સાસણ રોડ પર આવેલ સોમનાથ સોસાયટીના શ્યામવિલા એપાર્ટમેન્ટ પાસે બની હતી. રાત્રે રમી રહેલા બાળકોને સુનિલ ગેંગદેવે ભૂંડી ગાળો આપી હતી. બાળકોના વાલીઓ તેમને સમજાવવા ગયા ત્યારે તેઓ દારૂના નશામાં હોવાનું જણાયું હતું.

વાલીઓને પણ ગાળો આપી તેમણે બેટ વડે હુમલો કર્યો હતો. રુચિત સંચેલા નામના યુવક પર બેટથી હુમલો કરતાં તેને સારવાર માટે તાલાલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારે પણ સુનિલ નશામાં ધૂત હાલતમાં મળી આવ્યા હતા. તેમણે પોલીસ સાથે પણ ગેરવર્તન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે સુનિલ ગંગદેવ વિરુદ્ધ બે અલગ-અલગ FIR નોંધી છે. એક દારૂ પીને નશો કરવા અંગે બી.એન.એસની કલમ 66(1)(b), 85(1), 85(3) હેઠળ અને બીજી મારામારી અંગે બી.એન.એસની કલમ 115(2), 352, 351(3) તેમજ જી.પી.એક્ટ 135 હેઠળ નોંધવામાં આવી છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જિલ્લાભરમાં ચકચાર મચી ગઈ છે. ભાજપના આગેવાનો પણ શરમજનક સ્થિતિમાં મુકાયા છે. એક નેતાની ભૂલે સમગ્ર ભાજપ પરિવારને શરમસાર કરી દીધો હોવાની ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો, Ahmedabad: બાવળામાં જ્વેલર્સ માલિક પર જીવલેણ હુમલો, ક્વોટેશન માંગવા આવેલા શખસે માથામાં હથોડી મારી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/featured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *