Ahmedabad: બાવળામાં જ્વેલર્સ માલિક પર જીવલેણ હુમલો, ક્વોટેશન માંગવા આવેલા શખસે માથામાં હથોડી મારી

બાવળામાં આવેલા કન્યાદાન જ્વેલર્સમાં ગઈકાલે રાત્રે 8:45 વાગ્યે એક ચોંકાવનારી ઘટના બની હતી. દુકાનમાં ક્વોટેશન માટે આવેલા એક અજાણ્યા શખ્સે અચાનક જ્વેલર્સના માલિક પર હુમલો કર્યો હતો.
આ શખ્સે દુકાન માલિકના માથામાં હથોડી વડે જોરદાર પ્રહાર કર્યો હતો. જ્વેલર્સના માલિકે સામો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ગંભીર ઈજાઓ પામેલા દુકાન માલિકને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાવળા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને હુમલાખોરની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો, Surat: વ્યાજખોરના ત્રાસથી દંપતીનો આપઘાતનો પ્રયાસ, પતિને ઝેરી દવા પીતા જોઈ હાથમાંથી આંચકી પત્નીએ ગટગટાવી