આગામી ૫ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 27 જુલાઈ સુધી ધોધમાર વરસાદની આગાહી કરી છે. જેમાં 25-26 જુલાઈના રોજ મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય 15થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. નોંધનીય છે કે, 22 જુલાઈએ સાંજે 6 વાગ્યા સુધીમાં 129 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગ અનુસાર, આવતીકાલે ગુરુવારે(23 જુલાઈ) સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં મહીસાગર, દાહોદ, પંચમહાલમાં રેડ ઍલર્ટ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, ભરુચ, સુરત, ભાવનગર, અમરેલી, બોટાદમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
24 જુલાઈની આગાહી
રેડ ઍલર્ટ: મહીસાગર અને દાહોદ.
ઑરેન્જ ઍલર્ટ: સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર.
યલો ઍલર્ટ: વાવ-થરાદ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ.
25 જુલાઈની આગાહી
ઑરેન્જ ઍલર્ટ: સાબરકાંઠા, અરવલ્લી.
યલો ઍલર્ટ: વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ.
26-27 જુલાઈની આગાહી
આગામી 26-27 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી.