દિવાળી પહેલા ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે સૌથી મોટા ખુશખબર: DAમાં 2%નો વધારો, જાણો મોંઘવારી ભથ્થું કેટલા ટકાએ પહોંચ્યું?

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના કર્મચારીઓના હિતમાં ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી નિગમના હજારો કર્મચારીઓમાં દિવાળી રહેલા આનંદની લહેર વ્યાપી ગઈ છે.

ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં આપેલા નવા વધારા સાથે જ GSRTCના કર્મચારીઓને હવે 60 ટકાના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. નોંધનીય છે કે, આ પહેલાં જૂન 2026માં રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરીને તેને 55 ટકાથી વધારીને 58 ટકા કરવામાં આવ્યું હતું. આમ 3 જ મહિનાના ટૂંકા ગાળામાં જ ડીએ (DA)માં કુલ 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

 આ સંદર્ભે રાજ્યના ડેપ્યૂટી સીએમ હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી @Bhupendrapbjp જી દ્વારા ગુજરાત એસ.ટી. નિગમના લાખો કર્મચારીઓના હિતમાં એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નિગમના પરિશ્રમી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% નો સાનુકૂળ વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ વધારા સાથે હવેથી કર્મચારીઓને 60% ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ ઉપરાંત, કર્મચારીઓને વધારાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવામાં આવશે.

ગુજરાત સરકારે માત્ર મોંઘવારી ભથ્થામાં જ વધારો કર્યો નથી, પરંત કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને વધારાના મોંઘવારી ભથ્થાના એરિયર્સ (તફાવતની રકમ)ની ચુકવણી કરવાની પણ જાહેરાત કરી નાંખી છે. નિયમ મુજબ એરિયર્સની રકમ સીધી જ કર્મચારીઓના ખાતામાં જમા કરવામાં આવશે, જેનાથી તેમને એકસાથે મોટો નાણાકીય લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *