Gandhinagar: વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ ગંભીરા બ્રિજ પર કર્યો સવાલ, સરકારે રજૂ કર્યો જવાબ

ગંભીરા બ્રીજ દુર્ઘટનાને લઈને ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્ય તથા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના પ્રશ્નના જવાબમાં સરકાર દ્વારા મહત્વપૂર્ણ વિગતો રજૂ કરવામાં આવી હતી.

સરકાર દ્વારા જણાવ્યું છે કે દુર્ઘટના થવાની પૂર્વે, ૧૫ મેના રોજ ગંભીરા બ્રીજની ચકાસણી કરવામાં આવી હતી. આથી, આખી ઘટનાથી માત્ર બે માસ પહેલાં બ્રીજનું પરીક્ષણ થયુ હતું.આ સાથે, બ્રીજની સલામતીને લઈ સરકારને કોઈપણ પ્રકારની રજૂઆત મળી ન હોવા અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

મહત્વનું છે કે ગંભીરા બ્રીજ દુર્ઘટનામાં ૨૨ લોકોના કરુણમૃત્યુ થયા હતા અને ૩ લોકોને ઈજા પહોંચી હતી. આ ઘટનાએ રાજ્યમાં સલામતીને લઇને તંત્ર સામે અનેક સવાલો ઉભા કર્યા હતા.

આ પણ વાંચો, બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાએ પાકિસ્તાન તરફ દિશા બદલી, અને ગુજરાત પર આવ્યું સંકટ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *