શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું, હવે ભાજપના બીજા મંત્રીઓને પણ ડર લાગી રહ્યો છે: Gauri Desai AAP
Gauri Desai AAP : આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈએ એક ગંભીર મુદ્દા પર જણાવ્યું હતું કે, એક શરમજનક બાબત છે કે ભાજપના એક મહિલા સાંસદે મહિલાઓ માટે ખોટા શબ્દોનો પ્રયોગ કર્યો છે. ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે દેશના GenZને ગટરનું બિરુદ આપ્યું અને એમણે મહિલાઓ માટે કહ્યું છે કે “આ જનરેશન કશું નથી કરી શકવાની, આ જનરેશનની મહિલાઓ પશ્ચિમી કપડા પહેરે છે, ડ્રગ્સ લે છે” તમે પોતે એક સાંસદ છો અને લોકોએ મત આપ્યા છે એટલા માટે ત્યાં બેઠા છો. જો તમે દેશની મહિલાઓ માટે સારું ન બોલી શકતા હોવ તો ખરાબ પણ ન બોલવું જોઈએ.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ગૌરી દેસાઈએ જણાવ્યું હતું કે, ભાજપના શિક્ષણ મંત્રી સારું કામ નહોતા કરી રહ્યા એટલા માટે GenZએ એમના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને GenZ જનરેશનની જીત થઈ અને શિક્ષણ મંત્રીએ રાજીનામુ આપવું પડ્યું એટલા માટે હવે ભાજપના બીજા મંત્રીઓને પણ ડર લાગી રહ્યો છે. એટલા માટે હવે કંગના રનૌત બહાર આવીને GenZ જનરેશનને ગટર કહી રહ્યા છે. જ્યારે જંતર મંતર પર દીકરીઓ પર લાઠીચાર્જ થતો હતો ત્યારે તમે ક્યાં હતા ? ત્યારે કેમ કંઈ બોલ્યા નહીં? ઘણા પરિવારોએ પોતાના દીકરા દીકરી ગુમાવ્યા છે, તો એ સમયે તમે ક્યાં હતા? હું એક મહિલા તરીકે કંગના રનૌતના નિવેદનની નિંદા કરું છું અને હું ચાહું છું કે તેઓ પોતાનું નિવેદન પાછું લે અને આખા દેશની માફી માંગે.