બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાએ પાકિસ્તાન તરફ દિશા બદલી, અને ગુજરાત પર આવ્યું સંકટ

ગુજરાતમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. ત્રણ કલાક માટે હવામાન વિભાગે કેટલાક જિલાલાઓને એલર્ટ જાહેર કર્યું છે. જેમાં કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં યેલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે. 

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લા ઉપર સક્રિય થયેલી ડિપ્રેશન સિસ્ટમ હવે વધુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. આ સિસ્ટમનું લોકેશન રવિવારે બપોરે ૩:૩૦ વાગ્યે પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા ઉત્તર ગુજરાતના નડાબેટ વિસ્તાર પાસે હતું. આગામી 12 કલાકમાં આ સિસ્ટમ મુખ્યત્વે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને કચ્છ-પાકિસ્તાન બોર્ડર વિસ્તાર તેમજ સિંધ તરફ ગતિ કરી છે. સિસ્ટમ ખૂબ મજબૂત હોવાને કારણે હાલ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અહીં ૬૦ થી ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનના ઝટકા અનુભવાઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ૨૪ કલાક સુધી આ વિસ્તારોમાં આવું જ વાતાવરણ રહી શકે છે. ભારે પવન ફૂંકાવા સાથે કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ ઉત્તર ગુજરાત અને કચ્છના રહેવાસીઓને સાવચેતી રાખવા અને સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદ અને સંભવિત પૂરની સ્થિતિ અંગેની સચોટ માહિતી માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓ પર જ આધાર રાખવા જણાવાયું છે.

સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આ વખતે મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોળ્યું છે. ત્યારે મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસ્યો છે. તમામ જિલ્લામાં વરસાદી માહોલ હોવાથી નદી-નાળા છલકાયા છે. તેમજ ભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. તમામ જિલ્લામાં વરસાદી માહોલ હોવાથી લોકો પારવાર મુશ્કેલી વેઠવી રહ્યા છે. ત્યારે આ વખતે સિઝનમાં 102 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રને બાદ કરતાં ગુજરાતમાં 100 ટકા વધુ વરસાદ થયો છે. આ વર્ષનું ચોમાસું ગુજરાત માટે ખૂબ જ સારું રહ્યું છે.

આ પણ વાંચો, Assembly Monsoon Session: આજથી વિધાનસભાનું ચોમાસુ સત્ર: ત્રણ દિવસમાં આ 5 પાંચ વિધેયક રજૂ થશે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *