Surat: સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલું બાળક હેમખેમ મળ્યુ, 200 CCTV ચેક કરીને 16 કલાકે મહિલાને દબોચી લેવાઈ

Oplus_131072

સુરતમાં આરોગ્ય કમિશનરની મુલાકાતના દિવસે જ નવજાત બાળકની ચોરી થઈ ગઈ હતી. જેથી પોલીસ દોડતી થઈ હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને નવજાતને શોધવાનું શરૂ કર્યું હતું. અંદાજે 200થી વધુ સીસીટીવી ચેક કરવામાં આવ્યાં હતાં. આખરે 16 કલાકની જહેમત બાદ બાળક નવાગામ ડિંડોલીમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી હેમખેમ મળી આવ્યું હતું. સાથે જ બાળકને ઉઠાવી જનારી મહિલા અને તેના પતિને ખટોદરા પોલીસ સ્ટેશન લઈ આવીને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

ગતરાત્રિના નવ વાગ્યાની આસપાસ રાધા રાજુ જા નામની 32 વર્ષની મહિલાએ બાળકની ચોરી કરી હતી. બાળકને શાંત કરવાના નામે મહિલા બાળકને ઉઠાવીને પોતાના ઘરે લઈ ગઈ હતી. બાળક નવજાત હોવાથી પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ બાળકના અપહરણને લઈને સિવિલ હોસ્પિટલના તંત્ર સામે સવાલો ઉભા થયા હતાં.

આ પણ વાંચો, Ahmedabad: ઈસનપુરમાં થયેલી ઘરફોડ ચોરીનો મામલો, પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *