Ahmedabad: ઈસનપુરમાં થયેલી ઘરફોડ ચોરીનો મામલો, પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો

અમદાવાદમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં સતત વધારે થઈ રહ્યો છે. તસ્કરોને જાણે પોલીસ કે કાયદાને ડર ન રહ્યો હોય તેમ બેફામ બનીને ગુનાને અંજામ આપી રહ્યા છે. અમદાવાદના ઈસનપુરમાં ઘરફોડ ચોરીને ગુનો નોંધાયો હતો. ગત તારીખ 7 માર્ચે વહેલી સવારે ઈસનપુર બસ સ્ટેન્ડ પાસે આવેલી મહેચ્છા સોસાયટીના નકાન નંબર 8માં ચોરીનો બનાવ બન્યો હતો.

મહેચ્છા સોસાયટીમાં રહેતા અલય રસેશ શાહના મકાનમાં રહેલી તિજોરીમાંથી સોના-ચાંદીના વિવિધ દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ કિંમત રૂ. 4,20,100/-ના મુદ્દામાલની ઘરફોડ ચોરી થઈ હતી. આ બનાવ અંગે અલય રસેશ શાહે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાવતા, ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઈસનપુર પોલીસની ટીમ દ્વારા સઘન ચેકીંગની કાર્યવાહી દરમિયાન અમદાવાદ શહેરમાં રાખવામાં આવેલ સીસીટીવી આધારે આરોપીની ઓળખ કરી તથા બાતમીદારથી મળેલ માહિતી આધારે આરોપી ભાવેશ રાણાભાઈ મકવાણા ઉવ. 22 રહે. એફ/59, બળિયાદેવની ચાલી, ગરીબનગર, પરશોત્તમ કુંભારની ચાલી, બહેરામપુરાની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપી પાસેથી ચોરી કરેલી રોકડ તથા સોનાની વીંટી સહિતનો મુદામાલ કુલ કિંમત રૂ. 1,91,000/- કબ્જે કરવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા આરોપી ભાવેશ રાણાભાઈ મકવાણાની પૂછપરછ કરવામાં આવતા, તેને રૂપિયાની જરૂરિયાત હોવાથી ગુન્હો કર્યો હોવાની કબૂલાત કરી હતી. આરોપી ભાવેશ રાણાભાઈ મકવાણા બાબતે પોકેટ કોપ એપ્લિકેશન આધારે સર્ચ કરતા, ભૂતકાળમાં સને 2022 થી 2024 દરમિયાન ઘરફોડ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડીથી અમદાવાદ શહેરના કાગડાપીઠ, પાલડી, ખોખરા, ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરી, લૂંટ અને મારામારીના આઠ ગુનાઓમાં મળી, કુલ આઠ જેટલા ગુન્હાઓમાં પકડાયેલ ગુન્હેગાર હોવાની વિગતો જાણવા મળી છે.

આ પણ વાંચો, Weather Update: ગુજરાતીઓ તૈયાર રહેજો! તાપમાન 2થી 3 ડિગ્રી વધશે, થશે વેસ્ટર્ન ડિસ્ટર્બનની અસર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *