કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ટૂંક સમયમાં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી શકે છે. આ અંગે તેમણે એક જાહેરાત કરી છે. ધ ગ્લોબ એન્ડ મેલના અહેવાલ મુજબ, નેશનલ કોક્સની બુધવારે યોજનારી બેઠક અગાઉ  ટ્રુડો લિબરલ પાર્ટીના નેતા તરીકે પોતાનું રાજીનામું સોંપશે.

પાર્ટી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે નેશનલ કોકસની બેઠકમાં ટ્રુડોને વિદ્રોહનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં ટ્રુડોને લાગે છે કે તેમણે કોકસની બેઠક પહેલાં તેમના રાજીનામા અંગે નિવેદન જાહેર કરવું જોઈએ જેથી એવું ન લાગે કે તેમને તેમના જ પક્ષના સાંસદોએ હાંકી કાઢ્યા છે.

સૂત્રોનું કહેવું છે કે લિબરલ પાર્ટીની કોકસ મીટિંગમાં ટ્રુડોને પાર્ટીના નેતા પદ પરથી હટાવામાં આવી શકે છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેઓ (ટ્રુડો) તાત્કાલિક પદ પરથી રાજીનામું આપશે કે નવા નેતાની ચૂંટણી સુધી આ પદ પર રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રુડોએ નાણા પ્રધાન ડોમિનિક લિબ્લેન્ક સાથે ચર્ચા કરી હતી કે શું તેમણે પદ પર રહેવું જોઈએ કે નહીં.

નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ તેમના પર દબાણ ઘણું વધી ગયું હતું. ટ્રમ્પ સતત તેમના પર નિશાન સાધતા હતા. મસ્કે પણ ટ્રમ્પની જીત બાદ તરત જ કહ્યું હતું કે હવે ટ્રુડો માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.હાલમાં કેનેડાની સંસદ હાઉસ ઓફ કોમન્સમાં લિબરલ પાર્ટીના 153 સાંસદો છે. કેનેડિયન હાઉસ ઓફ કોમન્સમાં 338 સીટો છે. આમાં બહુમતનો આંકડો 170 છે. થોડા મહિનાઓ પહેલા ટ્રુડો સરકારના સહયોગી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)એ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. NDP ખાલિસ્તાની સમર્થનક કેનેડિયન શીખ સાંસદ જગમીત સિંહની પાર્ટી છે.

આવી સ્થિતિમાં ગઠબંધન તૂટવાને કારણે ટ્રુડો સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. જો કે, 1 ઓક્ટોબરના રોજ યોજાયેલા બહુમત પરીક્ષણમાં ટ્રુડોની લિબરલ પાર્ટીને અન્ય પક્ષનું સમર્થન મળ્યું, જેના કારણે ટ્રુડોએ ફ્લોર ટેસ્ટ પાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *