National
જલગાંવમાં મોટી દુર્ઘટના, ટ્રેનમાં આગની અફવાથી જીવ બચાવવા લોકો કૂદી જતા 5થી વધુના મોત

મહારાષ્ટ્રના જલગાંવમાં મોટી દુર્ઘટના ઘટી છે. પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવા ફેલાતા જીવ બચાવવા ટ્રેનમાંથી 5થી વધુ લોકો કૂદી જતા મોત થયા છે. ટ્રેનમાંથી કૂદનાર લોકો સામેથી આવતી ટ્રેન સાથે અથડાયા હતી જેમાં તેમનુ કમકમાટી ભર્યુ મોત થયું છે. આ દુર્ઘટના જલગાંવ પરાડા સ્ટેશન પાસે બની છે
મહારાષ્ટ્રના જલગાંવના પરાડા રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી મુજબ પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાઈ હતી. જે પછી ઘણા લોકો ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. આ અકસ્માતમાં 5થી વધુની જાનહાનિ થઈ છે. ટ્રેનમાં આગ લાગવાની અફવાને કારણે જલગાંવથી 20 કિમી દૂર પુષ્પક એક્સપ્રેસના કેટલાક મુસાફરોએ ટ્રેનમાંથી છલાંગ લગાવી દીધી હતી. હજુ સુધી કેટલા મુસાફરોના મોત થયા છે તે સ્પષ્ટ થયું નથી.