ભાવનગર:નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામે બે દિવસ પહેલા યોજાયેલી એક દારૂની પાર્ટી બાદ કરૂણાંતિકા સર્જાઈ હતી. મિજબાનીમાં કથિત રીતે દારૂનું સેવન કર્યા બાદ સાતેક યુવકની તબિયત લથડી હતી. જે પૈકી 3 યુવકોના મોત થયા છે. ભાવનગર નકલી દારુકાંડમાં 3 લોકોએ જીવ પોતાના જીવ ગુમાવ્યા છે. ભાવનગરમાં ઝેરીલા દારૂથી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હોવાની કલેક્ટરે પુષ્ટી કરી છે. વધુ 1 વ્યક્તિના મોતનું કારણ શંકાસ્પદ છે. જ્યારે 19 લોકો વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની માહિતી કલેક્ટરે આપી છે.
ઝેરીલા દારૂથી ભાવનગર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. ભાવનગરમાં ઝેરીલા દારૂએ ત્રણનો જીવ લીધો છે. ઝેરીલા દારૂથી ત્રણ લોકોના મોતની કલેક્ટરે પુષ્ટી કરી હતી. 3 લોકોના મોતની પુષ્ટી થઈ છે જ્યારે વધુ 1 વ્યક્તિના મોતનું કારણ શંકાસ્પદ જણાવવામાં આવ્યું છે. જ્યારે 19 લોકો અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જોકે ભાવનગર પોલીસ દ્વારા માત્ર બે વ્યક્તિના મૃત્યુ થયા હોવાની જાણકારી અપાઈ હતી અને 15 વ્યક્તિઓ દાખલ હોવાની જાણકારી અપાઈ હતી પરંતુ હવે કલેક્ટર દ્વારા જ આ નકલી દારૂના પ્રકરણમાં સત્તાવાર જાણકારી આપવામાં આવી છે.
રાજ્યમાં દારુબંધીના કડક અમલીકરણ માટે આદેશ
ભાવનગર નકલી દારુકાંડમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. ભાવનગરમાં સર્જાયેલી નકલી દારુની ગંભીર ઘટના બાદ રાજ્ય પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ નકલી દારુકાંડને લઈ પોલીસ ભવન ખાતે રાજ્ય પોલીસવડાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં દારુબંધીના કડક અમલીકરણ માટે પોલીસ અધિકારીઓને સ્પષ્ટ અને આકરા નિર્દેશો આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
દારુકાંડ બાદ DGPની લાલઆંખ, રાજ્ય વ્યાપી દરોડોના આદેશ
ભાવનગરમાં દારૂકાંડમાં 3 લોકોના મોત બાદ દારૂને લઇ રાજ્ય વ્યાપી દરોડોના આદેશ ડીજીપી દ્વારા આપવામાં આવ્યા છે. કુંભકર્ણની ઊંઘમાંથી જાગેલી પોલીસ હવે દારૂના અડ્ડાઓ પર દરોડા પાડશે. દૈનિક રિપોર્ટ હેડક્વાર્ટર મોકલવા પણ સૂચના આપવામાં આવી છે. હવે સવાલ એ છે કે અત્યાર સુધી આવી કાર્યવાહી કેમ ન થઈ?
ભાવનગરમાં નકલી દારુકાંડના કારણે મોતના કેસમાં સરકાર એક્શનમાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દિલ્હીથી પરત આવતાની સાથે જ બેઠક કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર ગૃહ અને પોલીસ વિભાગના અદિકારીઓ વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.