અમદાવાદના આંગણે યોજાશે એશિયાઈ વોલીબૉલનો મહાકુંભ

અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી તા. ૨૦થી ૨૮ જૂન દરમિયાન સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત(SAG) અને એશિયન વોલીબૉલ કન્ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે AVC મેન્સ કપ-૨૦૨૬નું આયોજન કરવામાં આવનાર છે. જેમાં કુલ ૧૨ દેશોની ટીમો વચ્ચે નવ દિવસ દરમિયાન કુલ ૩૮ મેચ રમશે.

જે અંતર્ગત, સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત અને એશિયન વોલીબૉલ કન્ફેડરેશનના અધિકારીઓ દ્વારા ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમોનું ગ્રૂપ વિભાજન (પૂલ કમ્પોઝિશન) અને તેમની સ્પર્ધાત્મક રૂપરેખા નક્કી કરવામાં આવી હતી.

આ સંદર્ભે ટૂર્નામેન્ટની તૈયારીઓ, યજમાની માટેની સજ્જતા અને અમદાવાદમાં આ પ્રકારની મોટી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટના મહત્ત્વ વિશે વિગતવાર માહિતી આપતાં SAGના સહાયક નિયામક સુશ્રી નિલોફર શેખે જણાવ્યું કે આગામી આ ટૂર્નામેન્ટનો હેતુ માત્ર સ્પર્ધા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય મિત્રતા, સાંસ્કૃતિક વિનિમય અને પ્રાદેશિક સહયોગને પ્રોત્સાહન આપવાની પણ તક પૂરી પાડે છે.

તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર અને સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં વિશ્વસ્તરીય રમતગમતની સ્પર્ધાઓના આયોજન થકી ખેલાડીઓ અને ચાહકોમાં વોલીબૉલ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધારવાનો છે. વર્ષ-૨૦૩૦માં અમદાવાદમાં યોજાનારી કૉમનવેલ્થ ગેમ્સ પૂર્વે આ ટૂર્નામેન્ટના આયોજનથી રમતવીરોને પ્રોત્સાહન પણ મળી રહેશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ અંગે એશિયન વોલીબૉલ કન્ફેડરેશન(AVC)ના અધ્યક્ષ રૅમન સુઝારાએ જણાવ્યું કે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ એશિયામાં મેન્સ વોલીબૉલની શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરવાની સાથે આ રમતને આંતરરાષ્ટ્રીય સ્તરે નવાં શિખરો પર લઈ જશે. આ કાર્યક્રમનું આયોજન એશિયન વોલીબૉલ કન્ફેડરેશન દ્વારા વોલીબૉલ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી કરવામાં આવ્યું છે. આ આયોજનથી વોલીબૉલના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારતીય ટીમ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બહેરિન, ઇન્ડોનેશિયા, કઝાકિસ્તાન, કોરિયા, ન્યૂઝિલૅન્ડ, ઓમાન, પાકિસ્તાન, કતાર, ચાઇનીઝ તાઈપેઈ અને થાઈલૅન્ડ સહિત કુલ ૧૨ દેશોની ટીમો ભાગ લેશે.


સુરતમાં વોર્ડ નંબર 14ની મહિલા ઉમેદવારે કલેક્ટર ઓફિસ ખાતે ફિનાઈલ પી લેતા હડકંપ મચી ગયો.
👉 આ ચોંકાવનારી ઘટનાનો સંપૂર્ણ વિડિયો અને વિગત જોવા અત્યારે જ ક્લિક કરો –https://www.instagram.com/reel/DW_D6cJDiRT/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:  અમદાવાદ મહાનગરપાલિકામાં BJP એ 48 વોર્ડમાં ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને મળી ટિકિટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *