અરવિંદ કેજરીવાલને વધુ એક આંચકો: PM મોદીની ડિગ્રી મામલે ગુજરાત હાઈકોર્ટે અપીલ ફગાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી જાહેર કરવાની માંગણી સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે લાંબા સમયથી કાયદાકીય લડાઈ શરૂ કરી હતી. RTI હેઠળ આ ડિગ્રી સાર્વજનિક કરવાની માંગણી સંદર્ભે અગાઉ ગુજરાત હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી. એટલું જ નહીં, અદાલતે તેમની આ માંગણીને ખોટી ગણાવીને રૂ. 25 હજારનો આકરો દંડ પણ ફટકાર્યો હતો.

સિંગલ જજના આ ચુકાદા અને દંડના આદેશ સામે અસંતોષ વ્યક્ત કરીને અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાત હાઈકોર્ટની ડબલ જજની બેન્ચ સમક્ષ પુનઃ સમીક્ષા અપીલ દાખલ કરવામાં આવી હતી. તેમની તરફથી દલીલ કરવામાં આવી હતી કે જાહેર જીવનમાં રહેલી વ્યક્તિની માહિતી જાણવાનો નાગરિકોને અધિકાર છે, તેથી સિંગલ જજના નિર્ણયને રદ કરવામાં આવે.આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં યોજાયેલી મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન કોર્ટે બંને પક્ષોની ધારદાર રજૂઆતો ધ્યાને લીધી હતી. તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ, હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની આ અપીલને પણ ફગાવી દીધી છે. આ અપીલ રદ થતાં કેજરીવાલને કાનૂની મોરચે વધુ એક મોટો આંચકો લાગ્યો છે અને સિંગલ જજનો અગાઉનો આદેશ યથાવત રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *