Ahmedabad
અમિત શાહે ખેંચીને કાપ્યો પતંગ, ગૃહમંત્રીએ અમદાવાદમાં ઉજવી ઉત્તરાયણ

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. મેમનગરનાં શાંતિ નિકેતન એપાર્ટમેન્ટ ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. કાર્યકર્તાઓ સાથે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. તેમજ અમિત શાહ પ્રોટોકોલ તોડીને લોકોને મળવા પહોંચ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે છે. 3 દિવસીય પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તો અમિત શાહ પરિવાર સાથે પણ મકરસંક્રાંતિની ઉજવણી કરશે. મેમનગરમાં કાર્યકર્તાઓ સાથે મળીને પતંગ ચગાવ્યા હતા અને 15 જાન્યુઆરીએ ગોલથરા ગામની મુલાકાત લેશે. મહત્વનું છે કે, ગોલથરામાં સરકારી યોજનાના લાભાર્થી કેમ્પની મુલાકાત લેશે.