અંબાલાલની આગાહી: આજથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા, 5 ઓક્ટોબર સુધી હાથીયો વરસાદ વરસી શકે

અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે હાથીયો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હાથીયો વરસી શકે છે. જો કે વરસાદની સાથે સાથે રાજ્યમાં ગરમી પણ વધશે. મહત્તમ ઉષ્ણતામાન ૩7 થી 40 ડિગ્રી સુધી જઈ શકે છે. 

અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ 11 ઓક્ટોબરે સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવશે. બે દિવસ નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 13 થી 15 ઓક્ટોબર દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાઈ શકે છે. 15 ઓક્ટોબરથી ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટાશે. 16 ઓક્ટોબરથી કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. 17 ઓક્ટોબર દરિયાકિનારાના વિસ્તારમાં ભારે પવન અને મોજા ઉછળી શકે છે. 23 ઓક્ટોબરે હેમંત ઋતુની શરૂઆત થશે. 24 ઓક્ટોબર સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં આવે હવામાન માં પલ્ટો આવવાની સંભાવના છે. 

24 ઓક્ટોબર સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં આવે હવામાન માં પલ્ટો આવવાની સંભાવના છે. અત્રે જણાવવાનું કે આ વખતે નવરાત્રી 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી હશે. આ દરમિયાન વર્ષાના એંધાણ  જોવા મળી રહ્યા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *