દંડ વસૂલવાનો નવો રસ્તો: ટ્રાફિક ચલણની રકમ હવે વીજળી બિલમાં જોડાઈને આવી શકે છે! સુપ્રીમ કોર્ટેનું સૂચન

ટ્રાફિક ચલણ વસૂલીને લઈને સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. તેને લઈને સુનાવણી કરતા સર્વોચ્ચ કોર્ટે કહ્યું કે માત્ર ઈ-ચલણ જારી કરવા પર્યાપ્ત નથી, પરંતુ અસલી સવાલ છે કે ચલણ દ્વારા લગાવવામાં આવેલી દંડની રકમ કઈ રીતે વસૂલ થશે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઈ-ચલણના આશરે 45000 કરોડ રૂપિયાની વસૂલી કરવાની છે. તેમાંથી અત્યાર સુધી આશરે 25 હજાર કરોડ રૂપિયાની વસૂલી થઈ ગઈ છે.

તેના પર જસ્ટિસ જેબી પારદીવાલાએ કહ્યુ કે પોલીસ હજારો અને લાખો ઈ-ચલણ જારી કરી શકે છે, પરંતુ અધિકારીઓએ જમીની હકીકતને ધ્યાનમાં રાખતા વસૂલીનો પ્રભાવી ઉપાય કાઢવો પડશે. સર્વોચ્ચ કોર્ટે કહ્યું કે જે લોકો ટ્રાફિક ચલણની ચુકવણી કરતા નથી તો વીજળી બિલમાં ચલણને જોડવા જેવા વિકલ્પ પર પણ કામ કરી શકાય છે. કોર્ટે કહ્યું કે લાઇટ બિલની ચુકવણી ન કરવા પર કનેક્શન કાપવા જેવી કાર્યવાહી થાય છે, તેથી ચલણની વસૂલી માટે પણ પ્રભાવી વ્યવસ્થા પર વિચાર કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *