Ahmedabad: ઝોન 06 પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” અંતર્ગત 14 લાખની કિંમતના 90 મોબાઈલ પરત કરાયા

ગુજરાત સરકાર દ્વારા મિલકત વિરુદ્ધના ગુન્હામાં કબજે કરવામાં આવેલ મુદ્દામાલ ફરિયાદી/માલિકને તાત્કાલિક મળી જાય તે માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવા અભિયાન ચલાવવામાં આવે છે.

સામાન્ય રીતે પોતાના ગુમ થયેલ અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ પરત મેળવવાની પ્રક્રિયાથી અજાણ હોવાના કારણે ફરિયાદીને પોતાનો મુદ્દામાલ પરત મેળવવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. જ્યારે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ઝોન 06 વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં ગુમ થયેલા 90 મોબાઈલ ફોન કિંમત રૂ. 14,15,027/- નો મુદ્દામાલ શોધી કાઢવામાં આવેલ હોઈ, ઝોન 06 ના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા ફરિયાદી/અરજદારને સામેથી બોલાવી તાત્કાલિક મુદ્દામાલ પરત સોંપવા કાર્યવાહી કરવામાં આવી હતી. ગુમ થયેલ મુદ્દામાલ ફરિયાદી/અરજદારને ડીસીપી કચેરી ખાતે રૂબરૂ બોલાવી પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં સોંપવામાં આવ્યો હતો. આ પહેલા પણ ડીસીપી ઝોન 06 એલસીબી દ્વારા એપ્રિલ માસમાં આશરે સાડા આઠ લાખ રૂપિયાના 55 મોબાઈલ પણ શોધી લોકોને પરત સોંપવામાં આવ્યા હતા. આમ, ડીસીપી ઝોન 06 એલસીબી દ્વારા બે માસના ગાળામાં આશરે રૂ. 23,00,000/- ના આશરે 150 મોબાઈલ ફોન લોકોને પરત સોંપવામાં આવ્યા છે.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમના ભાગરૂપે ટૂંકા ગાળામાં ફરિયાદી/અરજદારને આશરે પંદર લાખ રૂપિયા જેટલા માતબર રકમના મોબાઈલ ફોન પરત કરવામાં આવતા, ફરિયાદી/અરજદાર ભાવ વિભોર થયા હતા. અને વારંવાર અમદાવાદ શહેર પોલીસ તથા ઝોન 06 પોલીસનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. અમદાવાદ પોલીસ દ્વારા લોકોના જાનમાલની સુરક્ષા સાથે મુદ્દામાલ તાત્કાલિક પરત અપાવી, સેવાનું ઉદાહરણ પૂરું પાડી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ખરા અર્થમાં સાકાર કર્યું છે.

આ પણ વાંચો, Mockdrill: રાજ્યમાં આજે ફરીથી વાગશે સાયરન, છવાશે અંધારપટ, જાણો ક્યાં કેટલાં વાગશે યોજાશે મોકડ્રિલ?

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/shorts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *