Mockdrill: રાજ્યમાં આજે ફરીથી વાગશે સાયરન, છવાશે અંધારપટ, જાણો ક્યાં કેટલાં વાગશે યોજાશે મોકડ્રિલ?

આજે સિવિલ ડિફેન્સ દ્વારા રાજ્યના સરહદી વિસ્તાર સહિત 18 જેટલા જિલ્લામાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલ યોજાશે અને બ્લેક આઉટ કરવામાં આવશે. રાજ્યના વિવિધ જિલ્લામાં સાંજના 5થી8 વાગ્યા દરમ્યાન અલગ-અલગ સમયે સાયરન વગાડી મોકડ્રિલ અને બ્લેક આઉટ કરવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે જે સ્થળે મોકડ્રિલ યોજાશે તેની આસપાસના સ્થળોજમાંજ બ્લેક આઉટ કરાશે.

બનાસકાંઠા જિલ્લામાં સાંજે 5 વાગ્યે સરહદી વિસ્તાર નડાબેટ ખાતે મોક ડ્રિલ યોજાશે. આ મોક ડ્રિલ અંતર્ગત વાવ અને સુઇગામ તાલુકાના તમામ ગામોમાં સાંજે 7.45 થી 8.15 સુધી સંપૂર્ણ બ્લેક આઉટ રહેશે. આ બ્લેક આઉટ દરમ્યાન ઘરની લાઇટ્સની સાથે-સાથે સ્ટ્રીટ લાઇટ અને દુકાનો બંધ રાખવા તેમજ હોર્ડિંગ્સની લાઇ્ટસ પણ બંધ રાખવા સૂચન કરાયા છે.. પાટણ જિલ્લામાં 18 લોકેશન પર સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ યોજાશે. અહીં રાતના 8 વાગ્યાથી 8.30 દરમ્યાન સંપૂર્ણ બ્લેક આઉટ રહેશે.

અમદાવાદમાં શાહીબાગ કેન્ટોન્મેન્ટ ખાતે અને વિરમગામમાં પોલીસ લાઇન ખાતે સિવિલ ડિફેન્સનું આયોજન કરાયું છે. બન્ને સ્થળોએ સાંજે પાંચ વાગ્યાથી જુદી-જુદી 6 એક્ટિવિટીનો અભ્યાસ કરાવાશે. અને બન્ને સ્થળોએ રાત્રે 7.45 વાગ્યાની આસપાસ બ્લેક આઉટ કરાશે.

તેનો હેતુ ભારત-પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટેની તૈયારીઓનું પરીક્ષણ કરવાનો છે. જેમાં હુમલાઓ અને આપત્તિની સ્થિતિ સામે લડવાની કવાયત હશે.. આમાં સામાન્ય નાગરિકો અને સુરક્ષા એજન્સીઓ ભાગ લેશે.

જિલ્લો બ્લેક આઉટનો સમય

નવસારીમાં 8.00 થી 8.30 સુધી

વડોદરામાં 7.30 થી 7.45 સુધી

સુરતમાં 8.00 થી 8.30 સુધી

જામનગરમાં8.00 થી 8.30 સુધી

ખેડામાં 8.00 થી 8.15 સુધી

રાજકોટમાં 8.30 થી 8.45 સુધી

તાપીમાં 8.00થી 8.15 સુધી

મહિસાગરમાં 8.00થી 8.15 સુધી

કચ્છમાં 8.00થી 8.30 સુધી

વલસાડમાં 8.00થી 8.30 સુધી

દાહોદમાં 8.00થી 8.15 સુધી

અમરેલીમાં 8.00થી 8.30 સુધી

ગાંધીનગરમાં 8.00થી 8.30 સુધી

અમદાવાદમાં 7.45થી 8.15 સુધી

આણંદમાં 7.30થી 7.45સુધી

જૂનાગઢમાં 8.30 થી 9.00 સુધી

સુરેન્દ્રનગરમાં 8.00થી 8.30 સુધી

આ પણ વાંચો, Diu: દીવ જતા પ્રવાસીઓ માટે માઠા સમાચાર, ત્રણ મહિના સુધી દરિયામાં ન્હાવા પર મુકાયો પ્રતિબંધ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *