અમદાવાદ હચમચ્યું : ધોરણ-8ના વિદ્યાર્થીએ સહાધ્યાયીની આંખમાં પરિકરના 3 ઘા ઝીંક્યા, ભોગ બનનાર વિદ્યાર્થી આજીવન બન્યો અંધ!

અમદાવાદના નારોલમાં આવેલ ઇસનપુર પબ્લિક સ્કૂલમાં વિધાર્થી એ અન્ય વિધાર્થ ને  આંખમાં પરિકર માર્યાનો બનાવ સામે આવ્યો છે  અન્ય બે વિદ્યાર્થીઓનો ઝઘડો શાંત કરવા વચ્ચે પડેલા વિદ્યાર્થીને પરિકર મારી ને આંખ ફોડી નાખી છે પરિવાર ને ડોકટરે જણાવ્યા મુજબ આ જીવન આંખ કામ નહિ કરે નારોલ પોલીસે સગીર સામે ફરિયાદ નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદની શાળાઓ માં વિદ્યાર્થીઓ વચ્ચે ઝગડાની ઘટના જાણે વિરામ જ નથી લેતા અને શાળાઓમાં વિદ્યાર્થી વિદ્યાર્થી ઓ વચ્ચે એક ગેંગવોર ચાલતી હોય તેવી ઘટનાઓ દિવસે દિવસે બહાર આવી રહી છે  ખોખરા ની  સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયનની હત્યા અન્ય વિદ્યાર્થી એ કરી હોવાની ઘટના બાદ બીજી અનેક સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના સામે આવી રહી છે. સોમવારે વટવા કેનાલ રોડ પર આવેલી ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ આઠના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીએ પરિકર મારીને આંખ ફોડી નાખી હોવાની ઘટના નારોલ પોલીસના ચોપડે નોંધાઈ છે . બે વિદ્યાર્થીઓ વચ્ચે સગીરાને લઇને ઝઘડો ચાલી રહ્યો હતો જે ઝઘડાને ભોગબનનાર સગીર શાંત પાડવા જતા અન્ય વિદ્યાર્થી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. 

નારોલ વિસ્તારમાં આવેલા આબાદનગરમાં રહેતા અકરમ શેખે નારોલ પોલીસ સ્ટેશનમાં ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી વિરુદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. હીના શેખનો 14 વર્ષીય દીકરો વટવા કેનાલ રોડ પર આવેલી ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. સોમવારે હિના શેખને શાળામાંથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારા દીકરાને કોઈ છોકરા એ આંખમાં પરિકર મારી દીધું છે, જેથી માતા હીના શેખ સ્કૂલમાં પહોંચી હતી પહેલી નજરે જોતા સામાન્ય વાગ્યું હોવાનું લાગ્યું હતું પણ જ્યારે માતા દીકરાને હોસ્પિટલમાં લઇ ને ગઈ અને તપાસ કરવામાં આવી તો ડોકટરે સર્જરી કરવા કહ્યું અને સર્જરી બાદ  ભોગ બનાર દીકરાને આજીવન આંખ નહિ સારી થયાનું જાણવા મળતા પરિવાર પર દુઃખના ડુંગર તૂટી પડયા હતા.

નારોલ પોલીસ અને પરિવાર દ્વારા વિદ્યાર્થી ને પ્રાથમિક પૂછતા જાણવા મળ્યું હતું કે 11 વાગ્યાની આસપાસ મારા ક્લાસમાં હાજર હતો દરમિયાન સ્કૂલની પરિક્ષાનો સમય થતા બાજુના ક્લાસમાં મિત્રએ ભોગબનનારને  બોલાવવા આવ્યો હતો એ સમયે ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે બોલાચાલી ચાલી રહી હતી. આ બન્નેની બબાલ શાંત કરવા માટે વચ્ચે પડ્યો ત્યારે મામલો વધુ બીચક્યો હતો.ઉશ્કેરાયેલા અન્ય વિદ્યાર્થીએ તેના હાથમાં રહેલુ પરિકર વિદ્યાર્થીની આંખમાં એક બાદ એક ત્રણ વાર મારી દીધુ હતું. ત્યારે આ ઝગડો કોઈ સગીરાને લઇ ને થતો હોવાનું સામે આવ્યું છે ત્યારે નારોલ પોલીસે આ ઘટનાની જાણ થતાની સાથે જ નારોલ પોલીસની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને હુમલો કરનાર વિદ્યાર્થી વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

બહેરૂપિયો” અચાનક હેડલાઈન્સમાં છવાઈ ગઇ જાનકીનો રોલ બની રહ્યો છે ફિલ્મનો સૌથી મોટો શોક એલિમેન્ટ – https://www.instagram.com/p/DXWdut1DHxX/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ગુજરાત ATSની મોટી કાર્યવાહી: સોશિયલ મીડિયા પર કટ્ટરવાદ ફેલાવતા બે શખ્સોની ધરપકડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *