ગુજરાત ATSની મોટી કાર્યવાહી: સોશિયલ મીડિયા પર કટ્ટરવાદ ફેલાવતા બે શખ્સોની ધરપકડ

ગુજરાતમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ તત્વો સામે ગુજરાત ATS એ લાલ આંખ કરી છે. રાજ્યની સુરક્ષા એજન્સીએ એક ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને દેશવિરોધી કાવતરું રચતા બે યુવાનોની ધરપકડ કરી છે.

આ વિશે મળતી માહિતી મુજબ, ઝડપાયેલા બંને શખ્સો છેલ્લા લાંબા સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સક્રિય હતા. તેઓ વિવિધ ગ્રુપો અને પોસ્ટ્સ દ્વારા યુવાનોને ગેરમાર્ગે દોરવાનું અને કટ્ટરપંથી વિચારધારા ફેલાવવાનું કામ કરી રહ્યા હતા. તેમની ગતિવિધિઓ પર એટીએસની સાયબર ટીમ લાંબા સમયથી વોચ રાખી રહી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને યુવાનો માત્ર કટ્ટરવાદ ફેલાવતા નહોતા, પરંતુ રાષ્ટ્ર વિરોધી કાવતરામાં પણ સામેલ હતા. સોશિયલ મીડિયા પર તેમની શંકાસ્પદ વાતચીત અને પોસ્ટ્સ પરથી એવા સંકેતો મળ્યા છે કે તેઓ કોઈ મોટી અઘટિત ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હોઈ શકે છે.ગુજરાત એટીએસ દ્વારા બંને યુવાનોની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી દરમિયાન તેમની પાસેથી ડિજિટલ પુરાવાઓ પણ કબજે કરવામાં આવ્યા હોવાનું મનાય છે. એટીએસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ યુવાનો કોના સંપર્કમાં હતા? શું તેમને સરહદ પારથી કોઈ સૂચનાઓ મળતી હતી? તેમનું નેટવર્ક ગુજરાતમાં અન્ય કેટલા સ્થળોએ ફેલાયેલું છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *