Ahmedabad: ASIમાંથી પ્રમોશન મેળવેલા 16 PSIનું સન્માન, DCPએ સ્ટાર અને રીબીન લગાડી

અમદાવાદ શહેરમાં ડીસીપી ઝોન 06 ના વટવા, કાગડાપીઠ, જીઆઈડીસી, ઈસનપુર, નારોલ, સહિતના સ્ટેશનમાં પ્રમોશન મેળવેલ એ.એસ.આઈ. ને સોલ્ડર ઉપર પીએસઆઇના સ્ટાર, રીબીન સાથેના ટાઇટલ સોલ્ડર લગાડી સન્માન કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા ઘણા બધા આસી. સબ ઇન્સ.ને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવી હતી. જેમાં ડીસીપી ઝોન 06 વિસ્તારના જુદા જુદા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા (૧) એ.એસ.આઈ. નાયકા રીટાબેન સુરેશભાઈ, નારોલ પોલીસ સ્ટેશન, (૨) કોન્ટ્રાક્ટર દરપિતા પ્રિયકાન, નારોલ પોલીસ સ્ટેશન, (૩) ભાભોર અશ્વિનકુમાર રતનસિંહ, વટવા પોલીસ સ્ટેશન, (૪) રાઠોડ વિજયસિંહ ઈશ્વરસિંહ, નારોલ પોલીસ સ્ટેશન, (૫) વાઘેલા મહેન્દ્રસિંહ લક્ષ્મણજી, વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશન, (૬) સોલંકી મહેશકુમાર નેમાજી, નારોલ પોલીસ સ્ટેશન, (૭) વાઘેલા ભુપેન્દ્રસિંહ વિક્રમસિંહ, વટવા પોલીસ સ્ટેશન, (૮) ચુનારા ગૌતમભાઈ ગોવિંદભાઈ, વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન, (૯) ચૌધરી હરેશકુમાર ભગવાનભાઈ, વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશન, (૧૦) હડિયલ કુમાર બાબુભાઈ, ઇસનપુર પોલીસ સ્ટેશન, (૧૧) ગોહિલ સુખદેવસિંહ, વટવા પોલીસ સ્ટેશન, (૧૨) ગોહિલ ધર્મદિપસિંહ ચંદુભા, વટવા પોલીસ સ્ટેશન, (૧૩) ચાવડા નરેન્દ્રસિંહ વિક્રમસિંહ, વટવા પોલીસ સ્ટેશન, (૧૪) રાઠવા માલસિંહ દેશીંગ ભાઈ, વટવા પોલીસ સ્ટેશન, (૧૫) મોરી ભગીરથસિંહ પ્રવીણસંઘ, કાગડાપીઠ પોલીસ સ્ટેશન તથા (૧૬) ડામોર રાધાબેન ચંદુભાઈ, વટવા પોલીસ સ્ટેશનને પીએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવેલ હતા.

ઝોન 06 વિસ્તારના જુદા જુદા પોલીસ સ્ટેશનના કુલ સોળ એ .એસ.આઈ. ને પીએસઆઈ તરીકે પ્રમોશન મળતા ડીસીપી, ઝોન 06, રવિ મોહન સૈની દ્વારા પોતાની કચેરી ખાતે જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા, વટવા પીઆઈ પી.બી.ઝાલા, કાગડાપીઠ પીઆઈ શક્તિસિંહ ગોહિલ, મણિનગર પીઆઈ ડી .પી. ઉનડકટ, એલસીબી પીએસઆઇ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ તેમજ પ્રમોશન પામેલ અધિકારીઓના કુટુંબીજનોની હાજરીમાં તેઓ દ્વારા પોલીસ અધિકારીઓ દ્વારા પોતાની જાતે પ્રમોશન મેળવેલ એ.એસ.આઈ. ને ગણવેશના સોલ્ડર ઉપર પીએસઆઇના સ્ટાર, રીબીન સાથેના ટાઇટલ સોલ્ડર લગાડી, સન્માન બહુમાન કરીને, પોલીસ અધિકારીઓ તથા તમામ પોલીસ સ્ટાફ તથા કુટુંબીજનોની હાજરીમાં પ્રમોશન આપવામાં આવ્યું હતું. આ પ્રકારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા બહુમાન કરીને જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, પ્રમોશન આપવામાં આવે એવા કિસ્સાઓ જવલ્લે જ જોવા મળે છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક તથા જેસીપી જયપાલ સિંહ રાઠોડ દ્વારા તમામ પોલીસ અધિકારીઓને પ્રમોશન અંગે તેમજ નવી જગ્યાએ નિમણૂક અંગે શુભકામના પાઠવતા, પોલીસ ખાતામાં કુટુંબ ભાવના અને ટીમ ભાવના ઉજાગર થઈ હતી…

પ્રમોશન મેળવનાર અમદાવાદ શહેરના તમામ એ.એસ.આઈ. દ્વારા અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, જેસીપી સેક્ટર 02, જયપાલસિંહ રાઠોડ તથા ડીસીપી, ઝોન 06, રવિ મોહન સૈની, સહિતના પોલીસ અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો, Panchmahal: ટ્રક અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, 3 બાળકો અને 1 વ્યક્તિનું મોત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *