દિશા સાલિયાન કેસ ફરી ચર્ચામાં, CBIની FIRમાં આદિત્ય-ઉદ્ધવ ઠાકરેના પણ નામ, જાણો ધરપકડના કાનૂની નિયમ

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનના મોતનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. આ મામલે સીબીઆઈ તરફથી નોંધાયેલી એફઆઈઆરમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, તેમના પુત્ર અને પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે, સહિત અનેક લોકોના નામ સામેલ છે. FIRમાં હત્યા, ગેંગરેપ,ગુનાહિત ષડયંત્ર, પુરાવા મીટાવવા અને ખોટી જાણકારી આપવા જેવા ગંભીર આરોપોની તપાસની માંગણી કરાઈ છે. 

જો કે FIRમાં કોઈ વ્યક્તિનું નામ હોવું એ તેને આરોપી કે દોષિત સાબિત કરતા નથી. તપાસ દરમિયાન સામે આવનારા પુરાવાના આધારે જો કોઈની ભૂમિકા નક્કી  થશે. એફઆઈઆરમાં કોઈનું નામ હોવું એ પણ તેની ધરપકડનો આધાર હોતો નથી. તેનો અર્થ હાલ એટલો જ કરી શકાય કે સીબીઆઈ આ નામો સંલગ્ન પહેલુઓ અને આરોપોની તપાસ કરશે. તપાસ દરમિયાન સામે આવનારા પુરાવા, તથ્યો અને નિવેદનોના આધારે જ આગળ કાનૂની કાર્યવાહી નિર્ધારિત થશે. 

દિશા સાલિયાન કેસ FIRમાં મોટા માથાના નામ

  • FIRમાં આદિત્ય ઠાકરેની સાથે ઉદ્ધવ ઠાકરેનું પણ નામ સામેલ છે. 
  • આ ઉપરાંત રોહન રોય, ડિનો મોરિયા, સૂરજ પંચોલી, આદિત્ય ઠાકરેનો બોડીગાર્ડ, રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તીની ભૂમિકાની પણ તપાસની માંગ.
  • આ યાદીમાં સચિન વાઝે, પરમબીર સિંહ, ડીસીપી વિશાલ ઠાકુર અને તત્કાલિન મંત્રી અનિલ દેશમુખ સહિત અનેક પોલીસ અધિકારીઓ અને સરકારી કર્મચારીઓના નામ સામેલ છે. 
  • FIRમાં માલવણી પોલીસ સ્ટેશન સંલગ્ન અધિકારીઓની ભૂમિકાની પણ તપાસની માંગણી કરાઈ છે. 
  • જેમાં API અશોક દેવાડે, PI જગદેવ કલાપડ, PI  શૈલેન્દ્ર નગરકર, PI ચિમાજી આધવ અને PI અર્જૂન રાજાણેનું નામ સામેલ છે. 
  • આ ઉપરાંત પોસ્ટમોર્ટમ સાથે જોડાયેલા ડોક્ટરો, કર્મચારીઓ, ફોરેન્સિક સાયન્સ લેબના અધિકારીઓ અને અન્ય પોલીસ અધિકારીઓની ભૂમિકાની પણ તપાસની માંગણી કરાઈ છે. 

કયા કયા આરોપ?

  • FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે દિશા સાલિયાનના મોત પાછળ ષડયંત્ર હોઈ શકે છે અને બાદમાં કેસને દબાવવાની કોશિશ કરાઈ. 
  • તેમાં એવો પણ આરોપ છે કે મોતને આત્મહત્યાનું સ્વરૂપ આપવા માટે એક અલગ કહાની ઘડવામાં આવી અને તેને આગળ વધારવામાં આવી. 
  • કેસ સંબંધિત સરકારી રેકોર્ડ, દસ્તાવેજો અને ફાઈલોને કથિત રીતે નષ્ટ કરવા, દબાવવા કે તેમાં ફેરફાર કર્યા હોવાની પણ આશંકા જતાવવામાં આવી છે. 
  • FIRમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે કેટલાક લોકોને બચાવવા માટે સરકારી કર્મચારીઓ, પોલીસ તંત્ર અને સરકારી સંસાધનોનો ઉપયોગ કરાયો. 
  • જો કે આ બધી વાતો FIRમાં લગાવવામાં આવેલા આરોપ છે. હજુ તેને કોર્ટમાં સાબિત તથ્યો ગણી શકાય નહીં. 

FIRમાં કથિત ગુનાહિત ષડયંત્ર, મોતને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ અને પુરાવાને દબાવવા કે નષ્ટ કરવાના આરોપોને લઈને લોકોની ભૂમિકાની તપાસની માંગણી કરાઈ છે. જેમાં આદિત્ય ઠાકરે, રોહન રોય, ડિનો મોરિયા, સૂરજ પંચોલી, આદિત્ય ઠાકરેનો બોડીગાર્ડ, રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તીના નામ છે. આ ઉપરાંત સચિન વાઝે, પરમબીર સિંહ, ડીસીપી વિશાલ ઠાકુર, ઉદ્ધવ ઠાકરે અને અનિલ દેશમુખ સહિત પોલીસ અને સરકારી અધિકારીઓની ભૂમિકાની પણ તપાસની માંગણી કરાઈ છે. રિજેન્ટ ગેલેક્સી બિલ્ડિંગના સુરક્ષા ગાર્ડ્સ સહિત કેટલાક અન્ય લોકોના નામ પણ એફઆઈઆરમાં છે. જેમાં સુશીલકુમાર યાદવ, અને શિવમુરાદ ગૌતમ ઉર્ફે મુન્ના સામેલ છે. FIRમાં સીટના વરિષ્ઠ સભ્યો અને એ વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ભૂમિકાની પણ તપાસની માંગણી કરાઈ છે જેમની નિગરાણીમાં કથિત રીતે તપાસ અને પૂછપરછ થઈ હતી. 

એફઆઈઆર બાદ થશે ધરપકડ?
આ મામલે સૌથી મોટો સવાલ ધરપકડને લઈને છે. પરંતુ ફક્ત FIRમાં નામ નોંધાવવાથી વ્યક્તિની ધરપકડ થશે એવું હોતું નથી. એફઆઈઆર બાદ તપાસ એજન્સી પુરાવા ભેગા કરે છે. નિવેદનો નોંધે છે અને દસ્તાવેજો સહિત અન્ય પુરાવાની તપાસ કરે છે. જો કોઈ વ્યક્તિ વિરુદધ ગુનામાં સામેલ હોવાના પુરતા પુરાવા મળે ત્યારે તેના વિરુદ્ધ ધરપકડ કે અન્ય કાનૂની કાર્યવાહીની સ્થિતિ બને છે. આથી હાલ એ કહેવું યોગ્ય નથી કે એફઆઈઆરમાં નામ હોવાના કારણે ઉદ્ધવ ઠાકરે કે આદિત્ય ઠાકરેની ધરપકડ નક્કી છે. 

તપાસ પર રહેશે બાજ નજર
હવે સીબીઆઈ સામે સૌથી મહત્વનો સવાલ એ હશે કે એફઆઈઆરમાં લગાવવામાં આવેલા આરોપોને સાબિત કરતા શું પુરાવા મળે છે અને અલગ અલગ લોકોની શું ભૂમિકા હતી. તપાસ એજન્સી એ પણ ચકાસશે કે શું કોઈએ કથિત ષડયંત્રમાં ભાગ લીધો, શું પુરાવા મીટાવવા કે તપાસને પ્રભાવિત કરવાની કોશિશ થઈ અને આ આરોપોને સાબિત કરવા માટે પૂરતી સામગ્રી છે કે નહીં. 

કલમો ગંભીર પરંતુ પુરાવા પર બધો મદાર
આ મામલે હત્યા, ગેંગરેપ, અપરાધિક ષડયંત્ર, પુરાવા મીટાવવા અને ખોટી જાણકારી આપવા જેવા ગંભીર આરોપોની તપાસની માંગણી કરાઈ છે. કલમો ખુબ ગંભીર છે પરંતુ એફઆઈઆરમાં નામ નોંધાવવું એ કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનો સાબિત કરતો નથી. કોઈ વ્યક્તિની અપરાધિક જવાબદારી તપાસ બાદ સામે આવનારા પુરાવા અને આગળની ન્યાયિક પ્રક્રિયાથી નક્કી થશે. હાલ આ મામલે ત્રણ વાતો સમજી શકાય છે. 

  • સૌથી પહેલી વાત એ કે FIR દાખલ થઈ છે. 
  • બીજી વાત, FIRમાં અનેક મોટા નામ છે પરંતુ ફક્ત નામ હોવાથી કોઈ વ્યક્તિ દોષિત કે આરોપી સાબિત થતો નથી. 
  • ત્રીજી વાત, ધરપકડ અને આગળની  કાનૂની કાર્યવાહી તપાસમાં સામે આવેલા પુરાવા પર નિર્ભર કરશે. 

તપાસ એજન્સી એફઆઈઆરમાં લગાવવામાં આવેલા આરોપોને કઈ રીતે આગળ વધારે છે અને તપાસ દરમિયાન કયા કયા નવા તથ્યો સામે આવે છે તેના પર હવે નજર રહેશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *