Panchmahal: ટ્રક અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, 3 બાળકો અને 1 વ્યક્તિનું મોત

ગુજરાતના પંચમહાલમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં હાઈવે પર ભીષણ અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં 4 લોકોના મોતની માહિતી મળી છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી કરી રહી છે.
ગુજરાતના પંચમહાલના ગોધરામાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. જેમાં 3 બાળકો અને 1 વ્યક્તિનું મોત થયું છે. વડોદરા હાઈવે પર તૃપ્તિ હોટલ નજીક અકસ્માત સર્જાયો છે. હાલ મૃતકોની ઓળખ થઈ નથી. મળતી માહિતી મુજબ ઘોઘંબા તાલુકાના બોર ગામના પરિવારને અકસ્માત નડ્યો હતો.નોંધનીય છે કે, એક દિવસ પહેલા જ રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. એસટી બસ અને રિક્ષા વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા. આ પહેલા રાજકોટમાં સિટી બસના ચાલકે કેટલાક લોકોને કચડી નાખ્યા હતા જેમાં ચાલ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
આ પણ વાંચો, Assembly by-elections: વિસાવદર-કડીની પેટા ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે: AAP સાથે ગઠબંધન તૂટ્યું