Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં 180મું અંગદાન, મહિલાએ બ્રેઈન ડેડ પતિના અંગોનું દાન કર્યું

મહિલા દિવસની પુર્વ સંધ્યાએ મહિલાએ મહાદાન કર્યું છે. મહિલાએ પોતાના બ્રેઈન ડેડ પતિના અંગોનું દાન કર્યું છે. આ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 180મું અંગદાન થયું છે. સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી 180 અંગદાન થકી 569 જરુરિયાતમંદોને નવજીવન મળ્યું છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ દિવસના સંકલ્પને ખરા અર્થમાં ચરિતાર્થ કરતો કિસ્સો જોવા મળ્યો હતો. જેમાં પતિ મોહનલાલ સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થતાં પત્ની બબલીદેવીએ સંવેદનાપૂર્ણ પતિના તમામ અંગોનુ દાન કરવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો હતો. સમગ્ર વિગતો એવી છે કે, 51 વર્ષના મૂળ રાજસ્થાન ડુંગરપુરના વતની અને નિકોલ, અમદાવાદ ખાતે માર્બલની ફેક્ટરીમાં કામ કરતા મોહનલાલ યાદવ ફેક્ટરીમાં કામ કરતા તા. 26.02.25ના રોજ માથાના ભાગે ઇજા થઇ હતી. માથાની ગંભીર ઇજાના કારણે તેમને હેમરેજ થયું . જેથી સારવાર અર્થે પ્રથમ નિકોલની ખાનગી હોસ્પિટલ , ત્યારબાદ જીસીએસ હોસ્પિટલમાં સારવાર કરાવી. પરંતુ સ્થિતિ ગંભીર બનતાં તેઓને સઘન સારવાર અર્થે તા. 04.03.25ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામા આવ્યા‌ હતા.

અહીં સારવાર દરમિયાન તા. 07.03.25ના રોજ તબીબોએ મોહનલાલને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. મોહનલાલના પત્ની બબલીદેવી તથા તેમના બે દીકરા નિલેશભાઇ અને જયેશભાઇ તેમજ દીકરી ભારતીબેનને તબીબોએ અંગદાન વિશે સમજાવતા પત્ની તેમજ ત્રણ બાળકોએ સાથે મળી મોહનલાલની આ પરીસ્થિતીમાં તેમના અંગોનું દાન કરવાનો પરોપકારી નિર્ણય કર્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, 180માં અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 587 અંગોનું દાન મળેલ છે. જેના થકી 569 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે. 180માં અંગદાનથી મળેલ બે કીડની અને એક લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલ ના જરુરીયાત્મંદ દર્દીઓમાં તેમજ હ્રદયને ગ્રીનકોરીડોર મારફતે અમદાવાદની સીમ્સ હોસ્પિટલ માં દાખલ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. આમ આ અંગદાન થી કુલ ચાર લોકોને નવજીવન આપવામાં સફળતા મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો, Surat: માતા-પિતા અને પુત્રનો સામુહિક આપઘાત, આર્થિક સંકડામણમાં પરિવારે દવા ગટગટાવી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *