Actor-model Muzammil Ibrahim નો દાવો: ‘દીપિકા પાદુકોણ મારી સાથે રિક્ષામાં ડેટ પર જતી’,બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ મેં બ્રેકઅપ કર્યું

મોડલિંગમાં કરિયર બનાવવા આવેલી દીપિકા પાદુકોણ એક્ટર-મૉડલ મુઝમ્મિલ ઇબ્રાહિમને ડેટ કરી હોવાનો અને બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ મુઝમ્મિલે તેની સાથે બ્રેકઅપ કર્યું હોવાનો એક્ટર-મૉડલે ખૂલાસો કર્યો હતો.

દીપિકા પાદુકોણ 2000ની શરૂઆતમાં મુંબઈ આવી હતી. એક્ટ્રેસ તરીકે સફળતા મેળવ્યા પહેલા તેણે મૉડલ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. આ સમયગાળા દરમિયાન મૉડલ તરીકે પ્રખ્યાત થયેલો મુઝમ્મિલ ઇબ્રાહિમ કેટલાક મ્યૂઝિક વીડિયોમાં દેખાઈ ચૂક્યો હતો. મુઝમ્મિલે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો છે કે, દીપિકા મુંબઈ આવી પછી તે બે વર્ષ સુધી તેની સાથે રિલેશનશિપમાં હતો. એક્ટરે જણાવ્યું કે, તે તેમના શરૂઆતના દિવસો હતા. તેમની પાસે વધુ પૈસા નહોતા, જેથી બંને રિક્ષામાં ડેટ પર જતા હતા. જોકે, બે વર્ષ પછી મુઝમ્મિલે તેની સાથે બ્રેકઅપ કરી લીધું.

સિદ્ધાર્થ કન્નન (યુટ્યુબર) સાથેની વાતચીતમાં મુઝમ્મિલે કહ્યું કે, ‘અમે બે વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. દીપિકા મુંબઈમાં આવ્યા બાદ સૌથી પહેલા મને જ મળી હતી.’ જ્યારે દીપિકાની તે સમયની પર્સનાલિટી વિશે પૂછવામાં આવ્યું ત્યારે મુઝમ્મિલે કહ્યું, ‘તેનામાં ભરપૂર આત્મવિશ્વાસ હતો, કારણ કે તે પ્રકાશ પાદુકોણની દીકરી હતી, જેથી દરેક વ્યક્તિ તેને ઓળખતી હતી. દીપિકાએ મને ડેટ માટે પૂછ્યું હતું, જોકે બાદમાં મેં તેની સાથે બ્રેકઅપ કરી લીધું હતું.’તેણે કહ્યું, ‘હું તે સમયે સ્ટાર હતો, તે નહોતી. તે હવે સુપરસ્ટાર છે. દરેક વ્યક્તિ તેને ઓળખે છે, જ્યારે મને કોઈ ઓળખતું નથી. હું તેનો મોટો ફેન છું. મને તેની ફિલ્મો જોવી ગમે છે. તે સુંદર છે. તે ખૂબ સારુ કરી રહી છે, પણ હકીકત જે છે એ છે.’ જ્યારે મુઝમ્મિલને પૂછ્યું કે, શું બંને હજુ પણ એકબીજા સાથે વાત કરે છે? ત્યારે તેણે કહ્યું કે, ‘2019માં તેણે રણવીર સિંહ સાથે લગ્ન કર્યાં પછી અમે સંપર્કમાં નથી. તેના લગ્ન પહેલા અમે ક્યારેક ક્યારેક વાત કરતા હતા. બ્રેકઅપ પછી અમે મિત્રો રહ્યા હતા. અમે ક્યારેક એકબીજાની અચીવમેન્ટ્સ પર અભિનંદન આપતા હતા.’

‘અમે વરસાદમાં રિક્ષામાં ડેટ પર જતા’

એક્ટરે જૂની યાદો વાગોળતા કહ્યું, ‘મને ત્યારે બાળકો હતા. અમે વરસાદમાં રિક્ષામાં ડેટ પર જતા હતા. એ બધું ક્યૂટ હતું. હું ત્યારે સારું કમાવવા લાગ્યો હતો એટલે મારી પાસે તેના કરતાં વધારે પૈસા હતા. પછી મેં એક કાર ખરીદી, ત્યારે તે ઘણી ખૂશ હતી. આ બધી વાતો ખૂબ યાદગાર છે. ત્યારપછી હું ક્યારેય રિક્ષામાં ડેટ પર નથી ગયો. અમારી પાસે ત્યારે પૈસા નહતો છતાં અમે ખૂબ ખુશ હતા. તેણે યાદ કરતા કહ્યું, ‘એકવાર તેના જન્મદિવસ પર મેં ખાતરી કરી હતી કે DJ તેના મનપસંદ ગીતો વગાડે. ત્યારે મારી પાસે પૈસા નહતા, પણ એક DJ મારો ફ્રેન્ડ હતો, જેથી તેણે અડધો કલાક સુધી દીપિકાના મનપસંદ ગીતો વગાડ્યા હતા.’

આ પણ વાંચો, એસ્ટ્રલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે 10,000 વૃક્ષોનું વાવેતરકેલીયા વાસણા ગામમાં જન્મેલી દરેક બાળકીના જન્મ પર 111 વૃક્ષો વાવવાની પ્રતિબદ્ધતા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *