ગાંધીનગર નજીક રાયપુર કેનાલમાં દુર્ઘટના, બે યુવકોના ડૂબી જવાથી મોત

ગાંધીનગર જિલ્લાના દેહગામ નજીક પસાર થતી રાયપુર કેનાલમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં બે યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આ બંને યુવકો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના રહેવાસી હતા.

મળતી વિગતો અનુસાર, પારિવારિક ઝઘડાના પગલે એક યુવકે ગઈકાલે ગુસ્સામાં આવી કેનાલમાં ઝંપલાવ્યું હતું. યુવકને બચાવવા તેનો ભાઈ પણ તરત જ કેનાલમાં કૂદી પડ્યો, પરંતુ પાણીના ભારે પ્રવાહને કારણે બંને ડૂબી ગયા હતા.

ઘટનાની જાણ થતા જ ગાંધીનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. લાંબી શોધખોળ બાદ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે બીજા યુવકનો શોધખોળ દરમ્યાન મૃતદેહ મળી આવ્યો હતો.સ્થાનિક પોલીસ દ્વારા પણ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને વધુ માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: અમદાવાદના રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની હત્યા, 2 આરોપીઓની ધરપકડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *