Ahmedabad: માણેકચોકની ઘાંચીની પોળમાં ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી, મહિલાનું કરાયું રેસ્ક્યુ

અમદાવાદના માણેકચોકની ઘાંચીની પોળમાં ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું છે. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ, એએમસીની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
આ મકાનના કાટમાળ નીચે દબાયેલી એક મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મહિલા ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. હાલ ત્યાં અન્ય કોઈ દટાયું તો નથી તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો, Bareilly: બરેલીમાં ગેસ ડેપોમાં આગ લાગી, 3 મિનિટમાં 400 સિલિન્ડર બ્લાસ્ટ થયા