Godhra: પ્રજાએ રસ્તા પર ખાડા જાતે પુરવા જોઈએ, ગુજરાતના શિક્ષણ મંત્રીનું નિવેદન

ગુજરાતના પંચમહાલના ગોધરામાં સંપુર્ણતા અભિયાન સન્માન કાર્યક્રમમાં રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના નિવેદન બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે કુબેર ડીંડોરે કાર્યક્રમમાં આપેલું નિવેદન લોક જાગૃતિ માટે હતું કે પછી સરકાર અને અધિકારીઓની નિષ્ફળતા ઢાંકવા માટેનું, તેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે.
શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું હતું કે પ્રજાએ નાગરિક ધર્મ અપનાવી, ખાડા જાતે પુરવા જોઈએ. તેમણે તમામ બાબતોમાં સરકારને દોષ ન આપવો જોઈએ.. બી.આર.જી.એફ ભવન ખાતે આયોજિત કાર્યકમમાં ડીડોંરે આપેલું નિવેદન ભારે ચર્ચાનો વિષય બન્યો છે.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે સંખ્યાબંધ માર્ગો અને હાઈવે પર ખાડાઓ પડ્યા હતા તો કેટલાક રસ્તઓ બિસ્માર સ્થિતિમાં સર્જાયો છે. તો શું હવે પ્રજા રસ્તાઓના ખાડા પુરશે?