‘Yellow alert’ in Gujarat: ગાજવીજ સાથેની આગાહી વચ્ચે ગુજરાતમાં ‘યલો એલર્ટ’ જાહેર, આગામી પાંચ દિવસ ભારે

ગુજરાતમાં ભરઉનાળે વાતાવરણમાં અચનાક પલટી રહ્યું છે, ત્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજ્યના ઘણા જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે, ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોના મોલને પણ ઘણું નુકસાન થયું છે. એવામાં હવામાનના ડાયરેક્ટર એ કે દાસે આજે ફરી આગાહી આપી છે.
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં વરસાદનું યેલો અલર્ટ જાહેર કરાયું, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સિવાય રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ આવી શકે છે.
બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેમાં એક તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયું ત્યારે બીજી બાજુ વરસાદી ટ્રફ લાઈન પસાર થતી હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સાથે જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો, Health Department: રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ અને પેન્શનર્સને PMJAY યોજના હેઠળ લાભ મળશે