Ahmedabad: મણિનગરમાં આઈસ્ક્રીમ ખાધા બાદ મહિલાની તબિયત બગડી, કોનમાંથી નિકળી ગરોળી

ગુજરાતમાં વધુ એક ખાદ્ય પદાર્થમાંથી જંતુ નિકળવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા એક મહિલાના હેવમોર આઈસ્ક્રીમ કોનમાંથી ગરોળી નીકળી હોવાનું સામે આવ્યું છે.
મળતા અહેવાલ પ્રમાણે આઇસ્ક્રીમ કોન ખાધા બાદ એક અજુગતું મોઢામાં આવી જતા બહાર કાઢીને જોયું, તો ગરોળી હતી. મહિલાને સતત વોમિટીંગ ત્યારબાદ તબિયત બગડી.મહિલાની તબિયત બગડતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
મહિલાએ જે આઇસ્ક્રીમ કોન ખરીદ્યો હતો તે પણ ખુબજ મોટી બ્રાન્ડનો આઇસ્ક્રીમ કોન હતો… ઘટનાને લઇને મહિલાના પતિએ તુરંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કર્યો હતો જે બાદ કોર્પોરેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આઉટલેટ સીલ કરી દીધું હતું.
આ પણ વાંચો, Gandhinagar: મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસની સજ્જતાને વધુ વેગ આપતાં પોર્ટલ લોન્ચ કર્યા