શું અલનીનોની અસરને કારણે ગુજરાતમાં એકધારો 4-5 ઇંચ વરસાદ પછી પડશે મોટો બ્રેક! આ વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ..

ગુજરાતમાં ઉનાળાનો આકરો મિજાજ હજુ પણ યથાવત છે, ત્યારે લોકો હવે ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસતું હોય છે. આ વર્ષે પણ સમયસર ચોમાસું દસ્તક દે તેવી પૂરેપૂરી શક્યતા છે, પરંતુ હવામાન નિષ્ણાતોએ એક ચિંતાજનક આગાહી પણ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15 જૂન આસપાસ રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી તેજ બનશે અને 16 જૂનથી વરસાદનું જોર વધવાની શક્યતા છે.

હવામાન વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ આ વર્ષે ચોમાસા પર અલનીનોની અસર જોવા મળી શકે છે. આ કુદરતી ઘટનાને કારણે વરસાદના પ્રમાણમાં ઘટાડો નોંધાઈ શકે છે અથવા વરસાદમાં લાંબો વિરામ આવી શકે છે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વાતાવરણમાં પલટો આવશે. 13 થી 19 જૂન દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી દિવસોમાં રાજ્યમાં મેઘમહેર જોવા મળી શકે છે. જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ અને નવસારી અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. એક તરફ વરસાદની આગાહી છે, તો બીજી તરફ ગરમીએ માઝા મૂકી છે. રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. ભાવનગર 41.9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું. આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ઘટાડાની શક્યતા નથી.

હાલ રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર પ્રેશર ગ્રેડિયન્ટના કારણે પવનની ગતિ 15 થી 25 નોટ્સ સુધી પહોંચી શકે છે, જે માછીમારો અને તટીય રહેવાસીઓ માટે સાવચેતીનો સંકેત છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, પ્રથમ દિવસે અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા દિવસે પણ હળવો વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગળના દિવસોમાં પણ વરસાદની અપેક્ષા છે.

આગામી સાત દિવસ સુધી મહત્તમ તાપમાન યથાવત્ રહેવાની ધારણા છે. પવનની સ્થિતિ જોતાં, હાલમાં રાજ્યના નીચલા સ્તરોમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર પ્રેશર ગ્રેડિયન્ટ હોવાને લીધે પવનની ગતિ થોડી વધુ રહેશે, જેમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી 15થી 20 નોટ્સની ઝડપે પવન ફૂંકાશે અને તે વધીને 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. ખાસ કરીને 13થી 19 જૂન દરમિયાન ગુજરાત પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. પ્રથમ દિવસે (13 જૂન) ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં તેમજ દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ અને નવસારી જેવા જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

ચોમાસું હાલ મહારાષ્ટ્રના ઉંબરા સુધી પહોંચી ગયું છે. સાથોસાથ તે કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઓડિશા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. જો આ જ ગતિ જળવાઈ રહેશે, તો 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ જશે. આગામી બે-ત્રણ દિવસમાં તે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના વધુ વિસ્તારોને આવરી લેશે. ગુજરાતમાં ચોમાસાની સામાન્ય શરૂઆતની 15 જૂન છે, તેથી મહારાષ્ટ્રમાં ચોમાસાની પ્રગતિ થયા બાદ આગામી દિવસોમાં તે ગુજરાતમાં પણ સમયસર પહોંચે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *