PM MODI: કોણ હશે PM મોદીનો ઉત્તરાધિકારી? આ દિગ્ગજ નેતાએ કર્યો મોટો દાવો

હાલમાં જ વડાપ્રધાન મોદી નાગપુરમાં RSSના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. ત્યારબાદ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના નેતા સંજય રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે પીએમ મોદીનો ઉત્તરાધિકારી મહારાષ્ટ્રનો હશે. તેમણે આ ચર્ચાઓને પીએમની RSSના મુખ્યાલય એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મુલાકાત સાથે પણ જોડી છે. જોકે, ભારતીય જનતા પાર્ટી કે સંઘ દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.

રાઉતે દાવો કર્યો હતો કે નાગપુરમાં પીએમ મોદીના ઉત્તરાધિકારી અંગે ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું, ‘આરએસએસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારીની પસંદગી કરશે.’ એટલા માટે મોદીને નાગપુર બોલાવવામાં આવ્યા હતા જેથી બંધ બારણે બેઠકમાં આ બાબતે ચર્ચા થઈ શકે.

પીએમ મોદી નાગપુરમાં આરએસએસ મુખ્યાલયની મુલાકાત લેનારા બીજા વડા પ્રધાન છે. RSSના એક અધિકારીએ જણાવ્યું હતું કે અટલ બિહારી વાજપેયી વર્ષ 2000 માં તેમના ત્રીજા કાર્યકાળ દરમિયાન અહીં આવ્યા હતા. આ મોદીનો ટોચના પદ પરનો ત્રીજો કાર્યકાળ પણ છે. નાગપુરમાં પોતાના વ્યસ્ત સમયપત્રક વચ્ચે, પ્રધાનમંત્રી મોદીએ સવારે RSS મુખ્યાલય ખાતે ડૉ. હેડગેવાર સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી અને સંઘના સ્થાપકને શ્રદ્ધાંજલિ આપી.

એવું કહેવાય છે કે ભાજપમાં નેતાઓ 75 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી નિવૃત્ત થઈ જાય છે. હવે ખાસ વાત એ છે કે પીએમ મોદી 74 વર્ષના છે. 17 સપ્ટેમ્બર 2025ના રોજ તેઓ 75 વર્ષના થશે. હાલમાં, પીએમ મોદી નિવૃત્ત થશે કે નહીં તે અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.

આ પણ વાંચો, Ahmedabad: નહીં સુધરે આ નબીરાઓ! પૂરઝડપે આવતા કારચાલકે અમદાવાદમાં 3 યુવકોને લીધા અડફેટે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/shorts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *