બંગાળ સહિત 5 રાજ્યોમાં ક્યારે થશે વિધાનસભાની ચૂંટણી? આજે તારીખોનું થશે એલાન

ભારતીય ચૂંટણી પંચ (ECI) આજે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં આગામી વિધાનસભા ચૂંટણીઓનું શિડ્યુઅલ જાહેર કરે તેવી અપેક્ષા છે. આયોગ આજે સાંજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને શિડ્યુઅલની જાહેરાત કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ આ વખતે ઓછા તબક્કામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવાનું વિચારી રહ્યું છે. તારીખો જાહેર થતાંની સાથે જ આ તમામ રાજ્યોમાં આદર્શ આચારસંહિતા તાત્કાલિક અમલમાં આવશે.
2022 ની ચૂંટણીઓની તુલનામાં આ વખતે મતદાનના તબક્કાઓની સંખ્યા ઓછી રહેવાની ધારણા છે. ગયા વર્ષે, પશ્ચિમ બંગાળમાં મતદાનના આઠ તબક્કા હતા પરંતુ આ વખતે, સંખ્યા ઘટાડવા માટે, કેન્દ્રીય દળોની તૈનાતી વધારવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં ખાસ કરીન નિષ્પક્ષ અને હિંસામુક્ત ચૂંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં અંતિમ મતદાર યાદી સામે અપીલ કરવાની અંતિમ તારીખ સમાપ્ત થઈ ગઈ છે. ચૂંટણી પંચે તૈયારીઓની સમીક્ષા પુરી કરી લીધી છે અને હવે સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યું છે. આ રાજ્યોમાં વિધાનસભાઓની મુદત મે અને જૂન 2026 વચ્ચે પુરી થઈ રહી છે તેથી મતદાન એપ્રિલ-મે મહિનામાં પુરી થવાની ધારણા છે.
https://www.instagram.com/timenewsguj