Weather forecast: હોળી પર કેવો રહેશે પવન? અંબાલાલ પટેલે કરી હવામાનમાં પલટાવાળી આગાહી

ગુજરાતના હવામાનને લઈને મોટી અપડેટ સામે આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનની આગાહી કરતા જણાવ્યું કે 13 માર્ચથી હવામાનમાં પલટો આવશે. હોળીના તહેવારમાં પવનનું જોર રહેશે અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે.
રાજ્યમાં હવામાન વિશે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. રાજ્યમાં ગરમીમાં ઘટાડો થવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે, આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. આગામી 13 માર્ચથી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. અંબાલાલ પટેલે પશ્ચિમી વિક્ષેપ આવતા વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.અંબાલાલ પટેલની આગાહી અનુસાર, હોળીના તહેવારમાં પવનની ગતિ વધારે રહી શકે છે. રાજ્યમાં પવનની ગતિ 40થી 46 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. કેટલીક જગ્યાએ છાંટા પણ પડી શકે છે, તો 15 માર્ચથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ગરમી ઘટશે. સાથે જ તેમણે જણાવ્યું કે રાજ્યમાં મહત્તમ તાપમાન 33થી 36 ડિગ્રી રહેવાની સંભાવના છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, કચ્છમાં પવનની ગતિ 40થી 46 કિમી પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે, તો અમદાવાદ-ઉતર ગુજરાતમાં પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક આસપાસ રહેશે. હોળી પ્રગટાવતી વખતે પણ પવનનું જોર રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું, “હાલ ગરમી વધી રહી છે. પરંતુ 15 માર્ચથી ગરમીમાં ઘટાડો થશે. રાજ્યના કોઈ-કોઈ ભાગમાં 33 થી 36 ડિગ્રી તાપમાન રહેશે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 34 થી 36 ડિગ્રી તાપમાન રહશે. દરિયાકાઠાંના ભાગોમાં 33 ડિગ્રી તપમાન રહેશે.”
આ પણ વાંચો, Gandinagar: TAT-1 પાસ ઉમેદવારોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, પોલીસે ટીંગાટોળી કરી ડિટેઈન કર્યાં