રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ આવશે? જાણો કયાં જિલ્લામાં કેવું રહેશે હવામાન

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે પવનની ગતિ વધી છે. કચ્છ બનાસકાંઠામાં ખાસ કરીને વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સોરાષ્ટ્રના વિસ્તારમાં પણ પવનની તીવ્ર ગતિની સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
હાલની સ્થિતિની વાત કરીએ તો દરિયાઇ વિસ્તારથી પવન વહેતા હોવાથી દિવસે ગરમી વધતાં અને રાત્રે થોડી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આ સાથે કેટલાક જિલ્લાં સવારે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. આગામી દિવસમાં એટલે 11 ફેબ્રુઆરી સુધી હજુ પણ મહારાષ્ટ્ર ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે. એટલે કે બેથી ગ્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે. સૌરાષ્ટ્રના રાજકોટ જૂનાગઢ, અમરેલીમાં 30થી વધુ તાપમાન રહેશે. તો હજુ પણ કચ્છ ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહેશે અને તાપમાન નીચું રહેશે. રાજ્યમાં આ સ્થિતિ હજુ 11 ફેબ્રુઆરી સુધી રહી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 11 11 ફેબ્રુઆરી બાદ ફરી પવનની દિશા બદલાતા તાપમાનમાં ફેરફાર થઇ શકે છે એટલેક બેથી ત્રણ ડિગ્રી તાપમાન ગગડતાં થોડા ઠંડીનો અનુભવ થઇ શકે છે.