ગુજરાતમાં 29 માર્ચથી હવામાન પલટાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદનું એલર્ટ

ભારત પર એક બાદ એક એમ 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઇ રહ્યાં છે. જેના પરિણામ સ્વરૂપ ગુજરાતમાં પણ વરસાદ લાવતા વાદળો છવાશે અને આ વાદળો વરસાદ લાવશે. જેથી ગુજરાતમાં હજુ એક માવઠાનું સંકટ નિશ્ચિત છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ એટલે કે 29થી 31 માર્ચ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે.હવામાન વિભાગે કમોસમી વરસાદના આ રાઉન્ડમાં રાજયભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. 29 માર્ચથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં કમોસમી વરસાદ શરુ થશે.
2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્યુલેશનના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વાતાવરણમાં પલટાના સંકેત છે. ભારત પર આ જે સિસ્ટમ બનેલી છે, જે ગુજરાત પણ આવતા વાદળછાયા વાતવરણ વચ્ચે છૂટછવાયો વરસાદ વરસશે. ઇરાન ઓમાનના પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં હાલ વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમ ભારત તરફ આવી રહી છે તેની ગુજરાત પર અસર થવાની શકયતા છે. જો કે આ સિસ્ટમની અસર 2થી 3 દિવસ બાદ વધુ જોવા મળશે. 28 માર્ચ બાદ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સમય દરમિયાન પવનની ગતિ પણ સામાન્ય કરતાં થોડી વધુ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 29, 30 અને 31 માર્ચ સુધી ગુજરાત સહિત રાજસ્થાન મહારાષ્ટ્રમાં વરસાદની પડશે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: માતાના હાથમાંથી દીકરી છટકીને પાણીની ટાંકીમાં પડી