માતાના હાથમાંથી દીકરી છટકીને પાણીની ટાંકીમાં પડી

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એક હ્રદયવિદારક ઘટના સામે આવી છે. અઢી મહિનાની બાળકી પાણીની ટાંકીમાં પડી ગઈ હોવા છતાં માતાએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો નહોતો. પોતાની ભૂલ છુપાવવા માટે તેણે ટાંકીનું ઢાંકણ બંધ કરીને તેના ઉપર તગારું મૂકી દીધું હતું. આ ઘટનાને પગલે અમરાઈવાડી પોલીસે માતા સામે મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ કરી છે.

અમરાઈવાડી વિસ્તારમાં રહેતા દીપક મકવાણાએ પોતાની પત્ની મોનીકા મકવાણા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ સિદ્ધેશ્વરી નગર બાગે, ફિરદોસ પોલીસ લાઈન સામે રહે છે. દીપકે આરોપ મૂક્યો છે કે તેની પત્નીએ ઈરાદાપૂર્વક હત્યાનો ગુનો કર્યો છે.

દીપક મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના અખિયાણા ગામના રહેવાસી છે અને હાલમાં પોતાના માતા-પિતા તથા પત્ની સાથે રહે છે. તે લેથ મશીનના કારખાનામાં ઓપરેટર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દીપક અને મોનીકાને બે દીકરીઓ છે — એક સાત વર્ષની અને બીજી અઢી મહિનાની છે.

દીપક પોતાની પત્ની મોનીકા પર ગુસ્સે થયો હતો અને તેને કહ્યું કે તે કેવી રીતે ધ્યાન રાખે છે, દીકરી કેવી રીતે પડી ગઈ. આસપાસના લોકોએ દીપકને શાંતિ રાખવા કહ્યું અને દીકરીને તરત જ હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી. ત્યારબાદ દીપક અને મોનીકા દીકરીને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.

દીકરીના મોત પછી મોનીકા રડતાં રડતાં દીપકને કહી રહી હતી કે તેની તરફથી ભૂલ થઈ ગઈ છે. તેણે જણાવ્યું કે જ્યારે તે ઘરના ઉપરના માળે પાણી ચઢાવવા માટે મોટરની સ્વીચ ચાલુ કરવા નીચે ગઈ હતી, ત્યારે દીકરી તેની સાથે હતી.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: PM મોદીએ યુપીમાં નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *