Rajkot: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો, કરા સાથે ધોધમાર વરસાદ શરુ

હવામાન વિભાગે આજે ગુજરાતના 15થી વધારે જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટના લોધિકા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના લોધિકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. મેટોડા જીઆઇડીસી તેમજ આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બાલસર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો.
કુવાડવા રોડ પર ધોધમાર વરસાદ વરસ્યો છે. કુવાડવામાં કરા સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન ફૂંકાયા બાદ કમોસમી વરસાદ શરુ થયો હતો. કુવાડવામાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
રાજકોટ શહેરમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે. શહેરના યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટું પડ્યું છે. શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન બદલાયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે બોટાદ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ જિલ્લામાં અલગ-અલગ વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ શરુ થયો છે.
બોટાદ તાલુકાના પાળીયાદ ગામ સહિત રાણપુર તાલુકાના રાણપુર સહિત મોટી વાવડી ગામે કમોસમી વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને મોટાપાયે નુકશાન થવાની શક્યતા છે.
ભાવનગર જિલ્લામાં વાતાવરણ અચાનક પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ શરૂ થયો છે. ભાવનગર-રાજકોટ હાઇવે રોડ પર સિહોર, સોનગઢ, સણોસરા સહિતના વિસ્તારના ગામોમાં હળવો વરસાદ શરૂ થયો છે.
આ પણ વાંચો, Pakistan: ભારત પર પાકિસ્તાનનો ભયાનક હુમલો, અનેક ગુપ્ત માહિતી લીક થઇ હોવાની આશંકા