Monsoon update: આગામી સાત દિવસ ભારે વરસાદ પડવાની હવામાનની આગાહી, ત્રણ સિસ્ટમ થઇ સક્રિય

ગુજરાતમાં વરસાદી માહોલ ફરી જામ્યો છે. હવામાન વિભાગ અનુસાર આગામી સાત દિવસ હજુ વરસાદી માહોલ રહેશે. ગુજરાત પર એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ ખાબકી શકે છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર જોવા મળશે. 

હવામાન વિભાગ દ્વારા કરાવામાં આવેલી આગાહી પ્રમાણે, આગામી સાત દિવસ ભારે વરસાદ પડવાનું અનુમાન છે. ખાસ વાત છે કે, ત્રણ દિવસ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે, ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. રિપોર્ટનુ માનીએ તો, આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જેમાં અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે. 

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આગામી 2 દિવસ ગુજરાત પ્રદેશમાં ભારેથી અત્યંત ભારે વરસાદ રહેશે. આગામી 5 દિવસ દરિયો તોફાની બનશે. માછીમારોને આગામી 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. હાલમાં 3 સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. 

આ સીઝનમાં સરેરાશ કરતા વધુ વરસાદ વરસ્યો છે. આંકડા પર નજર કરીએ તો, દેશમાં સામાન્ય કરતા 7 ટકા વધુ વરસાદ રહ્યો. ગુજરાતમાં સરેરાશ કરતા 35 ટકા વધુ વરસાદ નોંધાયો. રાજસ્થાનમાં સરેરાશ કરતા 92 ટકા વધારે વરસાદ નોંધાયો.

આ પણ વાંચો, http://આરોગ્ય ક્ષેત્રે રીસર્ચ માટે “સ્કીમ ફોર પ્રમોટીંગ રીસર્ચ ઇન હેલ્થ એન્ડ મેડિકલ કેર”ને મંજૂરી અપાઇ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *