ઈરાનને પરમાણુ તાકાત નહીં બનવા દઈએ’:હુમલા બાદ ટ્રમ્પનું પહેલું નિવેદન, ઈઝરાયલી PM નેતન્યાહુએ કહ્યું- ખામેનેઈને સત્તા પરથી હટાવવાના છે

ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે થોડા સમય પહેલા જ અમેરિકાએ ઈરાનમાં ‘મેજર કોમ્બેટ ઓપરેશન્સ’ શરૂ કર્યું છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર જાહેર કરેલા વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, આ સૈન્ય અભિયાનોનો ઉદેશ્ય અમેરિકન જનતાની રક્ષા કરવાનો અને ઈરાની શાસન દ્વારા ઉભા થયેલા ખતરાઓને ખતમ કરવાનો છે.
ટ્રમ્પે ઈરાની શાસનને ખૂબ જ કઠોર અને ખતરનાક જૂથ ગણાવતા કહ્યું કે અમેરિકા ઈરાનને ક્યારેય પણ પરમાણુ હથિયાર મેળવવા દેશે નહીં. તેમના જણાવ્યા મુજબ, ઈરાને તેના પરમાણુ કાર્યક્રમને ફરીથી ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે અને તે લાંબા અંતરની મિસાઈલો વિકસાવી રહ્યું છે, જે અમેરિકા અને તેના સાથી દેશો માટે ગંભીર ખતરો છે.
ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “અમે તેમની મિસાઈલોને નષ્ટ કરી દઈશું અને તેમની મિસાઈલ ઈન્ડસ્ટ્રીને જમીનમાં મેળવી દઈશું.” તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા ઈરાનની નૌકાદળને સંપૂર્ણપણે તબાહ કરી દેશે અને એ સુનિશ્ચિત કરશે કે તેહરાન પરમાણુ હથિયાર મેળવી ન શકે. તેમણે ઈરાની સેના IRGC ને શરણાગતિ સ્વીકારવા માટે કહ્યું છે.
https://www.instagram.com/timenewsguj