ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન, 11:30 વાગ્યા સુધીમાં 15 મનપામાં સરેરાશ 17.2 ટકા વોટિંગ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે. ચૂંટણી આયોગના આંકડા પ્રમાણે 11 વાગ્યા સુધીમાં 15 મનપામાં સરેરાશ 17.2 ટકા મતદાન થયું છે. કેટલીક જગ્યાએ મતદાતામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો અમદાવાદ સહિતના મતદાન કેન્દ્રોમાં પાંખી મતદાતાની હાજરી જોવા મળી રહી છે. મતદાનના આંકડા પર નજર કરીએ…

ગુજરાતના વિવિધ શહેરોમાં યોજાયેલા મતદાન દરમિયાન અલગ-અલગ જગ્યાએ મતદારોનો પ્રતિસાદ જુદો-જુદો જોવા મળ્યો છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 15 મનપામાં સરેરાશ મતદાન 17.2 ટકા મતદાન થયું છે. કેટલાક શહેરોમાં મતદાનનો ઉત્સાહ ઊંચો રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં મતદાન પ્રમાણ ઓછું નોંધાયું છે. સૌથી વધુ મતદાન મોરબીમાં નોંધાયું છે, જ્યાં કુલ 25.16 ટકા મતદાન થયું છે. ત્યારબાદ મહેસાણામાં 24.38 ટકા અને નવસારીમાં 23.41 ટકા મતદાન નોંધાયું છે. વાપીમાં 23.28 ટકા અને નડિયાદમાં 23.21 ટકા મતદાન સાથે સારો પ્રતિસાદ જોવા મળ્યો છે. કરમસદ-આણંદ વિસ્તારમાં 22.47 ટકા મતદાન થયું છે, જ્યારે સુરેન્દ્રનગરમાં 19.49 ટકા મતદાન નોંધાયું છે. સુરતમાં 18.56 ટકા અને ભાવનગરમાં 18.13 ટકા મતદાન થયું છે.વડોદરામાં 17.85 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે જામનગરમાં 16.91 ટકા અને રાજકોટમાં 16.26 ટકા મતદાન થયું છે. ગાંધીધામમાં 14.91 ટકા અને પોરબંદરમાં 14.39 ટકા મતદાન નોંધાયું છે.રાજ્યના મોટા શહેર અમદાવાદમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે, જ્યાં માત્ર 12.71 ટકા મતદારો મતદાન માટે બહાર આવ્યા છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે કેટલાક શહેરોમાં મતદાન પ્રત્યે વધુ જાગૃતિ જોવા મળી રહી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હજુ પણ મતદારોને બહાર આવ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *