અમદાવાદમાં કાળા ડિંબાગ વાદળોના કારણે વિઝિબિલિટી ડાઉન, ધોધમાર વરસાદ

અમદાવાદમાં આજ સવારથી જ મેઘરાજાની સવારી આવી પહોંચતા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.અમદાવાદમાં સાઉથ બોપલ, સેલા, બોપલ, એસજી હાઇવે, પ્રહલાદ નગર, સરખેજ, સહિતના વિસ્તારમાં મેઘરાજાએ ધુવાધાર બેટિંગ શરૂ કરી છે. 

અમદાવાદમાં વહેલી સવારથી આકાશમાં ઘનઘોર કાળા ડિંબાગ વાદળો છવાયા છે, જેના કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઇ ગઇ છે. વહેલી સવારથી ગાજવીજ સાથે અને કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ તૂટી પડતાં ભાદરવે અષાઢ જેવો માહોલ સર્જાયો છે. સવારથી જ વરસાદ તૂટી પડતા અને વિઝિબિલિટી ડાઉન થતાં વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સવારે કામ ધંધે નોકરીએ જતાં અને સ્કૂલ જતાં બાળકનો મુશ્કેલી પણ ભારે વરસાદના કારણે વધી છે. 

અમદાવાદમાં આજે સતત બીજા દિવસે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થતાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. એસજી હાઈવે, પ્રહલાદનગર, શ્યામલ, આનંદનગર, સોલા, સાયન્સ સિટી, બોપલ, શેલા અને શીલજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફની અસરના પગલે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને પવન સાથે મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ગુરુવારે પણ બપોર બાદ અમદાવાદમાં જોરદાર ઝાપટાં પડ્યાં હતાં, જેમાં કેટલાક વિસ્તારોમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આજે વરસાદ શરૂ થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને જળભરાવની સ્થિતિ સર્જાઈ રહી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં સિઝનનો અંદાજે 87 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *