કોલકાતા બળાત્કાર-હત્યા કેસમાં ચુકાદો; આરોપી સંજય રોય દોષિત જાહેર, 20 જાન્યુઆરીએ સજાનું એલાન

ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ, આરજી કાર હોસ્પિટલના સેમિનાર હોલમાં એક મહિલા તાલીમાર્થી ડૉક્ટરનો મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. સીસીટીવી ફૂટેજ અને ગુનાના સ્થળેથી મળેલા પુરાવાના આધારે, કોલકાતા પોલીસે નાગરિક સ્વયંસેવક સંજય રોયની ધરપકડ કરી હતી અને તેમના પર તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાનો આરોપ લગાવ્યો હતો.
કોલકાતા સેશન્સ કોર્ટ આરજી કર મેડિકલ કોલેજમાં 31 વર્ષીય તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં ટૂંક સમયમાં પોતાનો ચુકાદો સંભળાવશે. આ કેસથી દેશવ્યાપી આક્રોશ ફેલાયો અને કોલકાતામાં લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શન થયા, જેમાં મુખ્યત્વે ડોકટરો અને તબીબી કર્મચારીઓ સામેલ હતા. સિયાલદાહ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અનિર્બાન દાસની કોર્ટમાં ટ્રાયલ શરૂ થયાના 57 દિવસ પછી ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. પીડિતાના પરિવારના સભ્યો પણ કોર્ટમાં હાજર છે. સિયાલદાહ સેશન્સ કોર્ટે સંજય રોયને દોષિત ઠેરવ્યો છે.કોલકાતા હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈએ કેસ પોતાના હાથમાં લીધો અને તપાસ શરૂ કરી. કેન્દ્રીય તપાસ એજન્સીએ પણ તેની ચાર્જશીટમાં સંજય રોયને મુખ્ય આરોપી ગણાવ્યા છે અને કોર્ટ પાસેથી તેમના માટે મૃત્યુદંડની માંગણી કરી છે.