રાજ્યની 25 નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી, તહેવાર પહેલા મોટો ફેરફાર

CM Bhupendra Patel

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને કચેરીઓમાં ફરજ બજાવતા 25 ચીફ ઓફિસરોની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગની આ અંગેની સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે.

બદલીઓ અને નવી નિમણૂકોની વિગતોરાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ વિવિધ નગરપાલિકાઓ અને પ્રાદેશિક કમિશનર કચેરીઓમાં વહીવટી સુગમતા માટે આ ફેરબદલ કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર રવિકાંત પટેલની માણસા નગરપાલિકા ખાતે બદલી કરાઈ છે.
 
વેરાવળ-પાટણના ચીફ ઓફિસર પારસ મકવાણાને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે.

અંકલેશ્વરના ચીફ ઓફિસર કેશવ કોલડીયાને પ્રાદેશિક કમિશનર મ્યુનિસિપાલિટી (સુરત ઝોન), કલોલના નીતિન બોડાતને અમદાવાદ ઝોન, માણસાના સતિષ પટેલને ગાંધીનગર ઝોન અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના રૂપલ ખેતીયાને રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *